લખાણ પર જાઓ

ફેબ્રુઆરી ૨૪

વિકિપીડિયામાંથી

૨૪ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૭૩૯ – કરનાલનું યુદ્ધ : ઈરાનના શાસક નાદર શાહની સેનાએ ભારતના મોગલ બાદશાહ મુહમ્મદ શાહની સેનાને હરાવી.
  • ૧૮૨૨ – વિશ્વના પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું કાલુપુર, અમદાવાદ ખાતે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.
  • ૧૯૨૦ – એડોલ્ફ હિટલરે જર્મનીના મ્યુનિચમાં નાઝી પક્ષની સ્થાપના કરી.
  • ૧૯૭૧ – ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે તેના અધ્યક્ષ હેમંતકુમાર બોઝની ત્રણ દિવસ પહેલાં જ થયેલી હત્યા બાદ કેન્દ્રીય સમિતિની તાકીદની બેઠક યોજી નવા અધ્યક્ષ તરીકે પી.કે.મુકૈયા થેવરની નિમણૂક કરી.
  • ૧૯૯૧ – ખાડી યુદ્ધ: જમીની દળો સાઉદી અરેબિયાની સરહદ પાર કરીને ઇરાકમાં પ્રવેશતાં યુદ્ધના ભૂમિગત તબક્કાની શરૂઆત થઈ.
  • ૨૦૦૮ – ફિડલ કાસ્ટ્રો ૩૨ વર્ષના લાંબા કાર્યકાળ બાદ ક્યુબાના પ્રમુખ પદેથી નિવૃત્ત થયા.
  • ૨૦૧૦ – ભારતના સચિન તેંડુલકર એકદિવસીય (વન ડે) ક્રિકેટમાં સૌ પ્રથમ બેવડી સદી ફટકારનાર રમતવીર બન્યા.
  • ૧૯૨૭ – કામિની કૌશલ, હિંદી ચલચિત્ર અને ટેલિવિઝન અભિનેત્રી
  • ૧૯૩૧ – લવકુમાર ખાચર, ભારતીય પક્ષીશાસ્ત્રી અને વન્ય જીવન સંરક્ષણકર્તા (અ. ૨૦૧૫)
  • ૧૯૪૨ – ગાયત્રી ચક્રવર્તી સ્પીવાક, ભારતીય દાર્શનિક, સિદ્ધાંતવાદી અને શિક્ષણવિદ્
  • ૧૯૪૮ – જયલલિતા, ભારતીય અભિનેત્રી અને રાજકારણી, તમિલનાડુના ૧૬મા મુખ્યમંત્રી (અ. ૨૦૧૬)
  • ૧૯૬૩ – સંજય લીલા ભણશાળી, ભારતીય ફિલ્મ નિર્માતા
  • ૧૯૭૨ – પૂજા ભટ્ટ, ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડેલ
  • ૧૯૮૫ – નકાશ અઝીઝ, ભારતીય પાર્શ્વગાયક અને સંગીતકાર
  • ૧૯૬૭ – મીર ઉસ્માન અલી ખાન, હૈદરાબાદ રાજ્યના છેલ્લા નિઝામ (જ. ૧૮૮૬)
  • ૨૦૧૧ – અનંત પાઇ, ભારતીય લેખક અને ચિત્રકાર (જ. ૧૯૨૯)
  • ૨૦૧૮ – શ્રીદેવી, ભારતીય અભિનેત્રી (જ. ૧૯૬૩)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]