લખાણ પર જાઓ

ઓગસ્ટ ૨૧

વિકિપીડિયામાંથી

૨૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૭૭૦ – જેમ્સ કૂકે ઔપચારીક રૂપે પૂર્વ ઓસ્ટ્રેલિયા પર ગ્રેટ બ્રિટનનો દાવો કરી અને તેને 'ન્યુ સાઉથ વેલ્સ' નામ પ્રદાન કર્યું.
  • ૧૯૧૧ – મોનાલિસા (એક ઉત્કૃષ્ટ ચિત્ર)ની, 'લૂવ્ર સંગહાલય'નાંજ એક કર્મચારી દ્વારા ચોરી કરાઇ.
  • ૧૯૭૨ – વન્યપ્રાણીઓના શિકાર અને તેના માંસ તથા ચામડાનો વેપાર અટકાવવાના હેતુથી ભારતીય સંસદ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (Wild Life (Protection) Act, 1972) પસાર કરવામાં આવ્યો. (કાયદો ૯ સપ્ટેમ્બર ૧૯૭૨થી અમલી બન્યો)
  • ૧૯૮૬ – કેમેરૂનનાં જ્વાળામૂખીય તળાવ 'લેઇક ન્યોસ'માંથી અંગારવાયુ (કાર્બન ડાયોકસાઇડ) ફૂટી પડ્યો, જેનાથી ૨૦ કિમી.નાં વિસ્તારમાં ૧,૮૦૦ કરતા વધુ લોકોની જાનહાની થઇ.
  • ૧૯૯૧ – લાટવિયાએ ૧૯૪૦થી સોવિયેત યુનિયન દ્વારા તેના પરના કબજા પછી તેની સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]