વિનુ માંકડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિનુ માંકડ (English: Vinoo Mankad) (બારમી એપ્રિલ ૧૯૧૭ – એકવીસમી ઓગસ્ટ, ૧૯૭૮) એ જાણીતા ભારતીય ક્રિકેટ ખેલાડી હતા. એમનું પુરું નામ મૂળવંતરાય હિંમતલાલ માંકડ હતું. તેઓ પ્રારંભિક બેટસમેન અને ધીમા ડાબોડી બોલર તરીકે રમતા હતા. એમણે ભારત તરફથી ૪૪ ટેસ્ટ રમી ૨૧૦૯ રન નોંધાવ્યા હતા તેમ જ ૩૨.૩૨ રનની સરેરાશથી ૧૬૨ વિકેટ ઝડપી હતી. તેમણે ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં પ્રારંભિક બેટધર તરીકે પંકજ રોય સાથે પહેલી વિકેટની ભાગીદારીમાં ૪૧૩ રનનો જુમલો ખડકી વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો, જે બીજાં ૫૨ વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. તેઓ વિશ્વના જૂજ ખેલાડીઓ પૈકીના એક હતા, કે જેમણે દરેક ક્રમે બેટિંગ કરી હોય.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Frindall, Bill (૨૦૦૯). Ask Bearders. BBC Books. pp. 131–132. ISBN 978-1-84607-880-4. Check date values in: |accessdate=, |year= (help); |access-date= requires |url= (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]