લખાણ પર જાઓ

નવેમ્બર ૩

વિકિપીડિયામાંથી

૩ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

 • ૧૮૩૮ – ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, વિશ્વનું સૌથી મોટું પ્રસારિત અંગ્રેજી દૈનિક (બ્રોડશીટ અખબાર) બોમ્બે ટાઇમ્સ એન્ડ જર્નલ ઓફ કોમર્સ તરીકે સ્થાપિત થયું.
 • ૧૯૦૩ – અમેરિકાના પ્રોત્સાહનથી પનામા કોલંબિયાથી અલગ થયું.
 • ૧૯૫૭ – સ્પુતનિક કાર્યક્રમ: સોવિયેત યુનિયને સ્પુતનિક ૨ નો પ્રારંભ કર્યો. લૈકા નામની કૂતરી ભ્રમણકક્ષામાં પ્રવેશનાર પ્રથમ પ્રાણી બની.
 • ૧૯૭૫ – સૈયદ નઝરુલ ઇસ્લામ, એ. એચ. એમ. કમારુઝમાન, તાજુદ્દીન અહમદ અને શેખ મુજિબુર રહેમાનના વફાદાર મુહમ્મદ મન્સુર અલીની ઢાકા સેન્ટ્રલ જેલમાં હત્યા કરવામાં આવી.
 • ૧૯૭૮ – ડોમિનિકાને યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી.
 • ૨૦૧૪ – ૧૧ સપ્ટેમ્બરના હુમલા દરમિયાન વિમાનો દ્વારા ન્યૂયોર્ક સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટ્વિન ટાવર્સનો નાશ કરવામાં આવ્યા બાદ નવા વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું.

જન્મ[ફેરફાર કરો]

 • ૧૬૧૮ – ઔરંગઝેબ, ભારતનો એક મુઘલ શાસક. (અ. ૧૭૦૭)
 • ૧૯૦૬ – પૃથ્વીરાજ કપૂર, હિંદી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી અભિનેતા (અ. ૧૯૭૨)
 • ૧૯૩૩ – અમર્ત્ય સેન, ભારતીય અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્, નોબેલ પુરસ્કાર વિજેતા.
 • ૧૯૫૮ – સ્વરૂપ સંપત, ભારતીય અભિનેત્રી
 • ૧૯૫૮ – હસમુખ અઢિયા, ભારતીય વહીવટી સેવાના નિવૃત્ત (આઈ. એ. એસ) અધિકારી.

અવસાન[ફેરફાર કરો]

 • ૨૦૧૨ – કૈલાશપતિ મિશ્ર, ભારતીય કાર્યકર્તા અને રાજકારણી, ગુજરાતના ૧૮મા રાજ્યપાલ (જ. ૧૯૨૩)
 • ૨૦૧૪ – સદાશિવ અમરાપુરકર, ભારતીય અભિનેતા (જ. ૧૯૫૦)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]