સ્વરૂપ સંપત
સ્વરૂપ સંપત | |
---|---|
જન્મ | ૩ નવેમ્બર ૧૯૫૮ ભારત |
અભ્યાસ સંસ્થા |
સ્વરૂપ સંપત (જન્મ ૩ નવેમ્બર ૧૯૫૮) એ એક ભારતીય અભિનેત્રી છે. તેમણે નરમગરમ જેવી અનેક હિન્દી ફીલ્મોમાં અભિનય કર્યો છે.[૧] તેમણે ૧૯૭૯માં મિસ ઈન્ડિયા પ્રતિયોગિતા જીતી હતી[૨] અને ૧૯૭૯ની મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[૩]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]સ્વરૂપે યુનિવર્સીટી ઑફ વોરસેસ્ટરમાંથી શિક્ષણ વિષય પર પીએચ.ડી. કર્યું હતું[૪][૫]. તેમણે શીખવાની અક્ષમતા કે અલ્પક્ષમતા ધરાવતા બાળકોને નાટક દ્વારા જીવન કૌશલ્ય શીખવાડવાના વિષય પર મહાનિબંધ લખ્યો હતો.[૬]
અભિનય કારકીર્દી
[ફેરફાર કરો]દૂરદર્શન પર આવતી હાસ્ય ધારાવાહિક યે જો હૈ જીંદગી દ્વારા સ્વરૂપ સંપત ખૂબ ખ્યાતિ પામ્યા હતા. આ ધારાવાહિકમાં તેમણે સફી ઈનામદારની પત્નીની ભૂમિકા ભજવી હતી. યે જો હૈ જીંદગીની સ્ક્રીપ્ટ તેમને ગમી જવાથી તેમણે તે સમયની એક અન્ય ધારાવાહિક કરવાની ના પાડી હતી. તેમણે કમલ હસન - રીના રૉય અભિનિત ફીલ્મ કરિશ્મામાં બિકીની ધારણ કરી હતી.
તેમણે શ્રીંગાર કુમકુમ કંપની માટે મોડેલિંગ કર્યું હતું. તેઓ અપંગ બાળકોને અભિનય શીખવાડે છે.
અન્ય કાર્યો
[ફેરફાર કરો]તેઓ ભારતભરમાં પ્રવાસ કરી શિક્ષકો માટે કાર્યશાળા યોજે છે. જેથી બાળકોને શિખવાડી શકાય.[૭]
તેમને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બાળકોના શિક્ષણ માટેની યોજનાના પ્રમુખ નીમ્યા હતા.[૮]
અંગત જીવન
[ફેરફાર કરો]સ્વરૂપના લગ્ન પરેશ રાવલ સાથે થયા છે.[૯] તેઓ તેમના પતિ સાથે નાટકો લખી તેમાં અભિનય પણ કરે છે. તેમને બે બાળકો છે અનિરુદ્ધ અને આદિત્ય.
ફિલ્મોગ્રાફી
[ફેરફાર કરો]ફિલ્મ | પાત્ર |
વર્ષ |
---|---|---|
નરમ ગરમ |
કુસુમ | ૧૯૮૧ |
નાખુદા |
સોનિયા ગુપ્તા | ૧૯૮૧ |
સવાલ | રેશમી સિંગ | ૧૯૮૨ |
હિંમતવાલા | પદ્મા | ૧૯૮૩ |
લોરી | સુમન | ૧૯૮૪ |
કરિશ્મા | સપના | ૧૯૮૪ |
સાથિયા | શાન્તિ | ૨૦૦૨ |
સપ્તપદી |
સ્વાતી સંઘવી | ૨૦૧૩ |
કી ઍન્ડ કા | કીઆની મા | ૨૦૧૬ |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ http://www.imdb.com/name/nm0760045/
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-10-24 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ "Swaroop Sampat-Profile". indiatimes.com. મૂળ માંથી 29 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 7 April 2015.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Teaching-life-skills-is-now-her-role/articleshow/5158046.cms
- ↑ "Archived copy". મૂળ માંથી 2009-11-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-03.CS1 maint: archived copy as title (link)
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- I wasn't an actress to begin with (Hindustan Times) સંગ્રહિત ૨૦૦૮-૦૧-૨૮ ના રોજ વેબેક મશિન