સંસ્કૃતિ દિવસ (જાપાન)

વિકિપીડિયામાંથી
સંસ્કૃતિ દિવસ
સંસ્કૃતિ દિવસ પરેડમાં જાપાની નૃત્યાંગનાઓ
અધિકૃત નામ文化の日 (Bunka no Hi?)
ઉજવવામાં આવે છે Japan
પ્રકારરાષ્ટ્રીય રજા
મહત્વસંસ્કૃતિ, કલા અને શૈક્ષણિક પ્રયાસોને પ્રોત્સાહન આપે છે
ઉજવણીઓવિશિષ્ટ કલાકારો અને વિદ્વાનો માટે કલા પ્રદર્શનો, પરેડ અને પુરસ્કાર સમારોહ.
તારીખનવેમ્બર ૩
આવૃત્તિવાર્ષિક

સંસ્કૃતિ દિવસ એ 3 નવેમ્બરે જાપાનમાં દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય રજા છે. સંસ્કૃતિ, કળા અને શૈક્ષણિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉજવવામાં આવતા આ ઉત્સવમાં સામાન્ય રીતે પ્રતિષ્ઠિત કલાકારો અને વિદ્વાનો માટે કલા પ્રદર્શનો, પરેડ અને પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૩ નવેમ્બર, ૧૯૪૬ના રોજ યુદ્ધ પછીના જાપાની બંધારણની ઘોષણાની યાદમાં સંસ્કૃતિ દિવસનું સૌ પ્રથમ આયોજન ૧૯૪૮માં કરવામાં આવ્યું હતું.[૧]

સૌ પ્રથમ ૧૮૬૮માં ૩ નવેમ્બરના દિવસની રાષ્ટ્રીય રજા તરીકે ઉજવણી કરવામાં આવી હતી. તે સમયના સમ્રાટ મેઈજીના જન્મદિવસના માનમાં યોજાયેલી આ રજાને જાપાનમાં ટેન્કો-સેટુ તરીકે ઓળખવામાં આવતી હતી. ૧૯૧૨માં સમ્રાટ મેઈજીના અવસાન પછી, ૩ નવેમ્બરની આ ઉજવણી ૧૯૨૭ સુધી બંધ કરવામાં આવી હતી. ૧૯૨૭ બાદ સમ્રાટ મેઈજીના જન્મદિવસને મેઇજી-સેટુ તરીકે ઓળખતી વિશિષ્ટ રજા જાહેર કરવામાં આવી હતી. ૧૯૪૮માં સંસ્કૃતિ દિવસની ઘોષણા સાથે આ વિશિષ્ટ રજા બંધ કરવામાં આવી હતી.[૧]

વર્તમાન ઉજવણી[ફેરફાર કરો]

સંસ્કૃતિ દિવસ એ શૈક્ષણિક પ્રયાસો, કલા અને વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવતો હોવાથી સામાન્ય રીતે સ્થાનિક અને પ્રિફેક્ચ્યુરલ[upper-alpha ૧] સરકારો દ્વારા કલા પ્રદર્શનો, સંસ્કૃતિ ઉત્સવો અને પરેડ યોજવા માટે આ દિવસ પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કાનાગાવા પ્રિફેક્ચરના હાકોન ખાતે એડો [upper-alpha ૨] સમયગાળાના કપડાં અને પોશાક પ્રદર્શિત કરવા માટે 'વાર્ષિક સામંતશાહી લોર્ડ્સ પરેડ' યોજાય છે.[૨] પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઘણી વાર આ દિવસે અથવા તેના નજીકના દિવસે "સંસ્કૃતિ ઉત્સવ" આયોજીત કરવામાં આવે છે.[૩]

૧૯૩૬થી આ દિવસે પ્રતિષ્ઠિત 'ઓર્ડર ઓફ કલ્ચર'નો પુરસ્કાર સમારોહ યોજાયો છે.[૪] આ પુરસ્કાર વિજ્ઞાન, કળાઓ કે સંસ્કૃતિના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારને સમ્રાટના હસ્તે શાહી પરિવાર દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે. આ પુરસ્કાર જાપાની નાગરિકો પૂરતો મર્યાદિત નથી. જેમકે, ચંદ્ર પરથી સફળ પુનરાગમન બાદ એપોલો ૧૧ના અવકાશયાત્રીઓ તેમજ સાહિત્યિક વિદ્વાન ડોનાલ્ડ કીનને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.[૫]

કાર્યક્રમો[ફેરફાર કરો]

  • ટોક્યો ઇમ્પિરિયલ પેલેસ ખાતે 'ઓર્ડર ઓફ કલ્ચર'પુરસ્કાર સમારોહ યોજવામાં આવે છે.
  • જાપાન મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ તેના કેમ્પ અને સામાન્ય બંદરો પર બનાવેલા સ્વ-સંરક્ષણ જહાજોની સજાવટ કરે છે.
  • સંસ્કૃતિ દિવસની આસપાસ સાંસ્કૃતિક બાબતોની એજન્સી દ્વારા પ્રાયોજિત એક કલા ઉત્સવ (આર્ટ ફેસ્ટિવલ) યોજવામાં આવે છે.
  • કેટલાક સંગ્રહાલયો અને ગેલેરીઓ મફત પ્રવેશ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.

આ ઉપરાંત આ દિવસે તડકાવાળા હવામાનની વધુ સંભાવના સાથે રહેલી છે. આંકડાકીય રીતે વર્ષના સૌથી ચોખ્ખા દિવસોમાંનો એક છે. ૧૯૬૫ થી ૧૯૯૬ ની વચ્ચે, સંસ્કૃતિ દિવસ પર ટોક્યોમાં માત્ર ત્રણ જ વાર વરસાદ પડ્યો છે.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "November 3, Culture day 文化の日 (Bunka no hi) Japan". Jappleng University. November 5, 2014. મેળવેલ November 1, 2017. CS1 maint: discouraged parameter (link)
  2. GoJapan: Japanese Autumn Holidays સંગ્રહિત ૨૦૧૨-૦૪-૧૫ ના રોજ વેબેક મશિન, Retrieved November 17, 2005
  3. "School life 学校生活". A Taste of Languages at School (ATLAS). University College London. મેળવેલ November 2, 2011. CS1 maint: discouraged parameter (link)
  4. "Decoration Bureau". Cabinet Office, Government of Japan. મૂળ માંથી August 9, 2011 પર સંગ્રહિત. મેળવેલ November 2, 2011. CS1 maint: discouraged parameter (link)
  5. "Literary Scholar Donald Keene Awarded the Order of Culture". Japan Info. Consulate-General of Japan in New York. 16. November 2008. મૂળ માંથી ઑગસ્ટ 2, 2018 પર સંગ્રહિત. મેળવેલ November 2, 2011. Check date values in: |archive-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. Kids Web Japan: Culture Day સંગ્રહિત જૂન ૧૪, ૨૦૧૧ ના રોજ વેબેક મશિન, Retrieved November 17, 2005

નોંધ[ફેરફાર કરો]

  1. જાપાનની મૂળભૂત સ્થાનિક સંસ્થાઓમાંની એક
  2. જાપાનના ઇતિહાસમાં ૧૬૦૩ થી ૧૮૬૭ વચ્ચેનો સમયગાળો જ્યારે જાપાન, ટોકુગાવા શોગુનેટ અને દેશના ૩૦૦ પ્રાદેશિક દૈમ્યોના શાસન હેઠળ હતું.