પૃથ્વીરાજ કપૂર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પૃથ્વીરાજ કપૂર
Prithviraj Kapoor portrait 1929.jpg
જન્મની વિગત(1906-11-03)3 November 1906
સમુંદ્રી, ફૈસલાબાદ, પંજાબ, બ્રિટિશ ભારત (હવે પંજાબ, પાકિસ્તાન)
મૃત્યુની વિગત૨૯ મે ૧૯૭૨ (ઉંમર ૬૫)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
વ્યવસાયઅભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, લેખક
સક્રિય વર્ષ૧૯૨૭–૧૯૭૧
જીવનસાથીરેમરસની મહેરા (૧૯૨૩–૧૯૭૨)
સંતાન૩ (રાજ, શમ્મી અને શશી)
સગાંસંબંધીકપૂર પરિવાર
પુરસ્કારોપદ્મભૂષણ(૧૯૬૯)

પૃથ્વીરાજ કપૂર (૩ નવેમ્બર ૧૯૦૬ - ૨૯ મે ૧૯૭૨) ભારતીય સિનેમા અને હિંદી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી અભિનેતા હતા. તેમણે એક અભિનેતા તરીકે પોતાની કારકિર્દી હિંદી સિનેમાના મૂંગા યુગમાં શરૂ કરી હતી અને તેઓ IPTAના સ્થાપકોમાંના એક હતા. આની સાથે તેમણે ૧૯૪૪માં પૃથ્વી થિયેટર્સ નામે થિયેટર કંપનીની સ્થાપના કરી હતી.

તેમનો જન્મ સમુંદ્રી, પંજાબ, બ્રિટિશ ભારતમાં (હવે ફૈસલાબાદ, પંજાબ, પાકિસ્તાન) થયો હતો,[૧] અને તેમણે કેટલાક વર્ષો સુધી લસરા, પંજાબ (ભારત)માં રહ્યા હતા. તેઓ હિંદી સિનેમા ઉદ્યોગમાં પ્રખ્યાત કપૂર કુટુંબના કુળપિતા પણ છે. ભારતીય સિનેમામાં તેમના યોગદાનો માટે ૧૯૬૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને ૧૯૭૧માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Prithviraj Kapoor (Indian actor) - Encyclopædia Britannica". Britannica.com. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩. મેળવેલ ૧૩ જુલાઇ ૨૦૧૪.
  2. "Pran receives Dadasaheb Phalke Award". Coolage.in. ૧૪ એપ્રિલ ૨૦૧૩. મૂળ માંથી 2014-01-04 પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]