દેવિકા રાણી
દેવિકા રાણી | |
---|---|
ચલચિત્ર નિર્મલા (૧૯૩૮)માં દેવિકા રાણી | |
જન્મની વિગત | દેવિકા રાણી ચૌધરી 30 March 1908 |
મૃત્યુ | 9 March 1994 | (ઉંમર 85)
અન્ય નામો | દેવિકા રાણી રોરીચ |
વ્યવસાય | ટેક્સટાઇલ ડિઝાઇનર, અભિનેત્રી, ગાયિકા |
સક્રિય વર્ષો | ૧૯૨૮–૧૯૪૩ |
જીવનસાથી |
|
પુરસ્કારો | દાદાસાહેબ ફાળકે પુરસ્કાર (૧૯૬૯) |
સન્માનો | પદ્મશ્રી (૧૯૫૮) |
દેવિકા રાણી (૩૦ માર્ચ ૧૯૦૮ – ૯ માર્ચ ૧૯૯૪) એક ભારતીય અભિનેત્રી હતા જે ૧૯૩૦ અને ૧૯૪૦ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં સક્રિય હતા. ભારતીય સિનેમાના પ્રથમ મહિલા તરીકે વ્યાપકપણે સ્વીકૃત દેવિકા રાણીની સફળ ફિલ્મ કારકિર્દી ૧૦ વર્ષ સુધી ચાલી હતી.
શ્રીમંત અંગ્રેજી ભારતીય પરિવારમાં જન્મેલા દેવિકા રાણીને નવ વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. ઈગ્લેંન્ડમાં જ તેમનો પ્રારંભિક ઉછેર થયો હતો. ૧૯૨૮માં તેઓએ ભારતીય ફિલ્મ-નિર્માતા હિમાંશુ રાય સાથે લગ્ન કર્યા હતા. તેમણે રાયની પ્રાયોગિક મૂક ફિલ્મ અ થ્રો ઓફ ડાઇસ (૧૯૨૯) માટે કોસ્ચ્યુમ ડિઝાઇન અને કલા નિર્દેશનમાં મદદ કરી હતી.[lower-alpha ૧] ત્યારબાદ બંને જર્મની ગયા અને બર્લિનના યુએફએ સ્ટુડિયોમાં ફિલ્મ નિર્માણની તાલીમ મેળવી હતી. ત્યારબાદ હિમાંશુ રાયે પોતાની દ્વિભાષી ફિલ્મ કર્મા (૧૯૩૩)માં પોતાને હીરો તરીકે તથા દેવિકા રાણીને નાયિકા તરીકે રજૂ કર્યા હતા. આ ફિલ્મનું પ્રીમિયર ૧૯૩૩માં ઇંગ્લેન્ડમાં યોજાયું હતું, ફિલ્મ ભારતમાં નિષ્ફળ ગઈ હતી. ૧૯૩૪માં આ દંપતી ભારત પરત ફર્યું હતું અને હિમાંશુ રાયે કેટલાક અન્ય વ્યક્તિઓ સાથે ભાગીદારીમાં બોમ્બે ટોકીઝ નામનો પ્રોડક્શન સ્ટુડિયો સ્થાપ્યો હતો. સ્ટુડિયોએ પછીના ૫-૬ વર્ષોમાં ઘણી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું, અને તેમાંની ઘણી ફિલ્મોમાં દેવિકા રાણીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અશોક કુમાર સાથેની તેની ઓન-સ્ક્રીન જોડી ભારતમાં લોકપ્રિય બની હતી.
૧૯૪૦માં રાયના મૃત્યુ બાદ, દેવિકા રાણીએ સ્ટુડિયોનો વહીવટ પોતાના હાથમાં લીધો અને તેમના સ્વર્ગસ્થ પતિના સહયોગીઓ સશધર મુખર્જી અને અશોક કુમાર સાથે ભાગીદારીમાં કેટલીક વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ૧૯૪૫માં તેઓ ફિલ્મોમાંથી નિવૃત્ત થયા હતા અને રશિયન ચિત્રકાર સ્વેતોસ્લાવ રોરીચ સાથે લગ્ન કરી બેંગ્લોરની બહારના વિસ્તારમાં આવેલી તેમની એસ્ટેટમાં તેમનું બાકીનું જીવન પસાર કર્યું હતું. તેમના પુરસ્કારોમાં પદ્મશ્રી (૧૯૫૮), દાદાસાહેબ ફાળકે પુરસ્કાર (૧૯૭૦) અને સોવિયેત ભૂમિ નહેરુ પુરસ્કાર (૧૯૯૦)નો સમાવેશ થાય છે.
પૃષ્ઠભૂમિ અને શિક્ષણ
[ફેરફાર કરો]દેવિકા રાણીનો જન્મ ૩૦ માર્ચ ૧૯૦૮ના રોજ હાલના આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ નજીક વોલ્તેરમાં અત્યંત સમૃદ્ધ અને શિક્ષિત બંગાળી પરિવારમાં દેવિકા રાણી ચૌધરી તરીકે થયો હતો. તેમના પિતા, કર્નલ મન્મથનાથ ચૌધરી જમીનદારી પરિવારના એક મોટા વંશજ હતા. તેઓ મદ્રાસ પ્રેસિડેન્સીના પ્રથમ ભારતીય સર્જન-જનરલ હતા. દેવિકાના દાદા દુર્ગાદાસ ચૌધરી હાલના બાંગ્લાદેશના પબના જિલ્લાના ચટમોહર ઉપજીલ્લાના જમીનદાર હતા. તેમના પૈતૃક દાદી, સુકુમારી દેવી (દુર્ગાદાસના પત્ની) નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના બહેન હતા.[૨][૩][૪] દેવિકાના પિતાને પાંચ ભાઈઓ હતા, તે બધા જ પોતપોતાનાં ક્ષેત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા, સર આશુતોષ ચૌધરી બ્રિટિશ રાજ દરમિયાન કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. જોગેશચંદ્ર ચૌધરી અને કુમુદનાથ ચૌધરી, બંને કોલકાતા સ્થિત અગ્રણી બેરિસ્ટર હતા; પ્રમથનાથ ચૌધરી પ્રખ્યાત બંગાળી લેખક હતા અને ડૉ. સુહરિદનાથ ચૌધરી જાણીતા તબીબ હતા.[૫]
દેવિકાના માતા લીલા દેવી ચૌધરી પણ એટલા જ શિક્ષિત પરિવારમાંથી આવતા હતા અને રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજી હતી. આમ, દેવિકા રાણીનો સંબંધ તેમનાં માતા-પિતા બંને દ્વારા કવિ અને નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર સાથે હતો.
દેવિકા રાણીને નવ વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. ૧૯૨૦ના દાયકાની મધ્યમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ,[૬] તેમણે અભિનય અને સંગીતનો અભ્યાસ કરવા માટે રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ (રાડા) અને લંડનની રોયલ એકેડેમી ઓફ મ્યુઝિકમાં પ્રવેશ મેળવ્યો હતો.[૩][૭] તેમણે આર્કિટેક્ચર, ટેક્સટાઇલ અને ડેકોર ડિઝાઇનના અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને એલિઝાબેથ આર્ડેન હેઠળ તાલીમ પણ મેળવી હતી. આ બધા જ અભ્યાસક્રમો ૧૯૨૭ સુધીમાં પૂર્ણ થઈ ગયા, અને દેવિકા રાણીએ પછી ટેક્સટાઈલ ડિઝાઇનમાં નોકરી શરૂ કરી.[૮]
નોંધ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Papamichael, Stella (24 August 2007). "A Throw Of Dice (Prapancha Pash) (2007)". BBC. મૂળ સંગ્રહિત માંથી 15 March 2015 પર સંગ્રહિત. મેળવેલ 29 April 2014.
- ↑ "B-town women who dared!". Hindustan Times. મૂળ માંથી 29 April 2014 પર સંગ્રહિત. મેળવેલ 28 April 2014.
- ↑ ૩.૦ ૩.૧ Erik 1980, p. 93.
- ↑ "Devika Rani" (PDF). Press Information Bureau. પૃષ્ઠ 1. મૂળ સંગ્રહિત (PDF) માંથી 2 February 2014 પર સંગ્રહિત. મેળવેલ 8 April 2014.
- ↑ Paul, Samar (17 March 2012). "Pramatha Chaudhury's home: Our responsibility". The Financial Express (India). મૂળ સંગ્રહિત માંથી 8 April 2014 પર સંગ્રહિત. મેળવેલ 8 April 2014.
- ↑ Rogowski 2010, p. 168.
- ↑ "Devika Rani Roerich". Roerich & DevikaRani Roerich Estate Board, Government of Karnataka. મેળવેલ 8 April 2014.
- ↑ Ghosh 1995, pp. 28–29.
પૂરવણી
[ફેરફાર કરો]- Erik, Barnouw (1980). Indian film. Oxford University Press, Incorporated. ISBN 978-0-19-502682-5.
- Ghosh, Nabendu (1995). Ashok Kumar: His Life and Times. Indus. ISBN 978-81-7223-218-4.
- Rogowski, Christian (2010). The Many Faces of Weimar Cinema: Rediscovering Germany's Filmic Legacy. Camden House. ISBN 978-1-57113-429-5.