પ્રાણ (અભિનેતા)
પ્રાણ | |
---|---|
![]() પ્રાણ, ૨૦૧૦માં | |
જન્મની વિગત | પ્રાણ ક્રિશન સિકંદ ફેબ્રુઆરી ૧૨, ૧૯૨૦ જૂની દિલ્હી |
મૃત્યુની વિગત | જુલાઇ ૧૨, ૨૦૧૩ મુંબઈ, મહારાષ્ટ્ર |
રહેઠાણ | મુંબઈ |
વ્યવસાય | ફિલ્મ કલાકાર, અભિનેતા |
સક્રિય વર્ષ | ૧૯૪૦-૨૦૦૭ |
જીવનસાથી | શુક્લા સિકંદ |
સંતાન | અરવિંદ, સુનિલ, પીંકી |
વેબસાઇટ | www |
પ્રાણ (૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ – ૧૨ જુલાઇ ૨૦૧૩) હિન્દી ફિલ્મોના ખુબજ જાણીતા અને પ્રખ્યાત અભિનેતા હતા. તેમનું મૂળ નામ પ્રાણ ક્રિશન સિકંદ હતું પણ તેમના ફિલ્મોના નામ પ્રાણથી જ તેઓ વધુ જાણીતા હતા. તેમનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ જૂની દિલ્હીના કોટગઢમાં આવેલા બાલીમારનમાં સુખી-સંપન્ન પંજાબી કુટુંબમાં થયો હતો. તેઓ એમની ભૂમિકામાં દરેક પાત્રની જરૂરિયાત પ્રમાણે જાન રેડી દેતા હતા અને એને જીવંત બનાવી દેતા હતા. ૧૯૪૨માં રજૂ થયેલા ચલચિત્ર ખાનદાનથી તેમણે હિંદી ચલચિત્ર ઉદ્યોગમાં પદાર્પણ કર્યું હતું. એમણે મુખ્ય નાયકથી માંડીને સહાયક અભિનેતા તરીકેના પાત્રો ભજવ્યા હતા, પણ મુખ્યત્વે ખલનાયક (વિલન)ના પાત્રમાં તેમણે ખૂબ જ સફળતા મેળવી હતી. મનોજ કુમાર જેવા અભિનેતા નિર્દેશકે એમને 'ઉપકાર' ચલચિત્રમાં મલંગચાચા નામના લંગડા પણ ભલા માણસની ભૂમિકા આપી હતી તે ખૂબ યાદગાર નિવડી હતી. એ ફિલ્મનું એમના પર અંકિત થયેલું 'કસમે વાદે પ્યાર વફા' ગીત આજે પણ લોકોની સ્મૃતિમાં વસે છે.'જંજીર' ફિલ્મ માં પણ એમની પઠાણ ની ભૂમિકા ખુબ વખણાઈ હતી અને એમના પર અંકિત થયેલું 'યારી હૈ મેરા યાર જીન્દગી' અત્યંત લોકપ્રિય થયું હતું. લાંબી બીમારીને કારણે તા. ૧૨ જુલાઈ ૨૦૧૩ના દિવસે ૯૩ વર્ષની ઉમરે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયું.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |