શ્યામ બેનેગલ
શ્યામ બેનેગલ | |
---|---|
શ્યામ બેનેગલ (૨૦૧૦માં) | |
જન્મની વિગત | તિરુમલગીરી, હૈદરાબાદ રજવાડું, બ્રિટીશ ભારત (વર્તમાન તેલંગાણા, ભારત) | 14 December 1934
મૃત્યુ | 23 December 2024 મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત | (ઉંમર 90)
વ્યવસાય | ફિલ્મ દિગ્દર્શક, પટકથાલેખક |
જીવનસાથી | નીરા બેનેગલ |
સંતાનો | ૧ |
સંબંધીઓ | ગુરુ દત્ત (પિતરાઈ) |
પુરસ્કારો | ૧૯૭૬ પદ્મશ્રી ૧૯૯૧ પદ્મભૂષણ ૨૦૦૫ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ૨૦૧૩ અક્કિનેની નાગેશ્વર રાવ રાષ્ટ્રીય પુરસ્કાર |
સાંસદ, રાજ્યસભા | |
પદ પર ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૬ – ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫ |
શ્યામ બેનેગલ (૧૪ ડિસેમ્બર ૧૯૩૪ – ૨૩ ડિસેમ્બર ૨૦૨૪) એક ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા હતા. તેઓ વ્યાપકપણે ૧૯૭૦ પછીના મહાન ફિલ્મ નિર્માતાઓમાંના એક ગણાય છે.[૧]તેમને સમાંતર સિનેમાના પ્રણેતા તરીકે ગણવામાં આવે છે. તેમને અઢાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ફિલ્મફેર પુરસ્કાર અને નંદી એવોર્ડ સહિત અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ૨૦૦૫માં તેમને સિનેમાના ક્ષેત્રમાં ભારતના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ ૧૯૭૬માં ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી અને ૧૯૯૧માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨] ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ૯૦ વર્ષની વયે મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેઓ કિડનીની લાંબી બીમારીની સારવાર લઈ રહ્યા હતા.[૩]
બેનેગલનો જન્મ હૈદરાબાદમાં શ્રીધર બી. બેનેગલને ત્યાં થયો હતો, જેઓ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં અગ્રણી હતા.[૪] કોપીરાઇટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરતાં, તેમણે ૧૯૬૨માં ગુજરાતી ભાષામાં તેમની પ્રથમ ડોક્યુમેન્ટરી ફિલ્મ ઘેર બેઠા ગંગા (ગંગા એટ ધ ડોરસ્ટેપ) બનાવી હતી. બેનેગલની પ્રથમ ચાર ફિચર ફિલ્મો - અંકુર (૧૯૭૩), નિશાંત (૧૯૭૫), મંથન (૧૯૭૬) અને ભૂમિકા (૧૯૭૭) - એ તેમને તે સમયગાળાની ચિલો ચાતરનારી ઇન્ડિયા ન્યુ વેવ ફિલ્મ ચળવળના પ્રણેતા બનાવ્યા.[૫] બેનેગલની "મુસ્લિમ વિમેન ટ્રિલોજી" ફિલ્મો મમ્મો (૧૯૯૪), સરદારી બેગમ (૧૯૯૬), અને ઝુબેદા (૨૦૦૧) આ તમામ ફિલ્મોને હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.[૬] બેનેગલને સાત વખત હિન્દીમાં બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. તેમને ૨૦૧૮માં વી.શાંતારામ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]શ્યામ બેનેગલનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ હૈદરાબાદમાં કોંકણી ભાષી[૭] હિંદુ પરિવારમાં થયો હતો.[૮] તેમના પિતા કર્ણાટકના વતની હતા.[૯] જ્યારે તેઓ બાર વર્ષના હતા, ત્યારે તેમણે તેમના ફોટોગ્રાફર પિતા શ્રીધર બી.બેનેગલ દ્વારા તેમને આપવામાં આવેલા કેમેરા પર તેમની પ્રથમ ફિલ્મ બનાવી હતી. તેમણે હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી હતી.[૧૦] ત્યાં તેમણે હૈદરાબાદ ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી હતી.[૧૧]
ફિલ્મ દિગ્દર્શક અને અભિનેતા ગુરુદત્તના દાદી અને બેનેગલના દાદી બહેનો હતા, આમ તેઓ ગુરુદત્તના પિતરાઇ ભાઇ હતા.[૧૨]
શ્યામ બેનેગલે નીરા બેનેગલ સાથે લગ્ન કર્યા. તેમને એક દીકરી પિયા બેનેગલ છે, જે કોસ્ચ્યુમ ડિઝાઈનર છે.[૧૩] તેમના ભાઈ સોમ બેનેગલનું ૨૦૧૪માં અવસાન થયું હતું અને તેમના ભત્રીજાઓ દેવ અને રાહુલે પણ ફિલ્મ નિર્માણમાં કારકિર્દી બનાવી છે.[૧૪]
કારકિર્દી
[ફેરફાર કરો]પ્રારંભિક કારકિર્દી
[ફેરફાર કરો]૧૯૫૯માં, તેમણે મુંબઈ સ્થિત જાહેરાત એજન્સી લિન્ટાસ એડવર્ટાઇઝિંગમાં કોપીરાઇટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. દરમિયાન, બેનેગલે ૧૯૬૨માં ગુજરાતી ભાષામાં પોતાની પ્રથમ ડોક્યુમેન્ટરી ઘેર બેઠા ગંગા (ગંગા એટ ધ ડોરસ્ટેપ) બનાવી હતી. જોકે, તેમની પહેલી ફિચર ફિલ્મની રજૂઆત તેના એક દશક બાદ થઈ હતી.[૧૫]
૧૯૬૩માં એએસપી (એડવર્ટાઇઝિંગ, સેલ્સ એન્ડ પ્રમોશન) નામની અન્ય એક જાહેરાત એજન્સી સાથે તેમનો ટૂંકો કાર્યકાળ રહ્યો હતો. જાહેરાતના વર્ષો દરમિયાન, તેમણે ૯૦૦ થી વધુ પ્રાયોજિત દસ્તાવેજી અને જાહેરાત ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.[૧૬]
૧૯૬૬થી ૧૯૭૩ દરમિયાન બેનેગલે પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII)માં અધ્યાપન કર્યું હતું અને ૧૯૮૦-૮૩ અને ૧૯૮૯-૯૨ એમ બે વખત સંસ્થાના ચૅરમૅન તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન તેમણે દસ્તાવેજી ફિલ્મ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમની શરૂઆતની એક દસ્તાવેજી ફિલ્મ અ ચાઇલ્ડ ઓફ ધ સ્ટ્રીટ્સ (૧૯૬૭)એ તેમને બહોળા પ્રમાણમાં પ્રશંસા અપાવી હતી.[૧૭] તેમણે કુલ મળીને ૭૦થી વધુ દસ્તાવેજી અને ટૂંકી ફિલ્મો બનાવી છે.[૧૮]
તેમને હોમી જે. ભાભા ફેલોશિપ (૧૯૭૦-૭૨) એનાયત કરવામાં આવી હતી[૧૦], જેણે તેમને ચિલ્ડ્રન્સ ટેલિવિઝન વર્કશોપ, ન્યૂ યોર્ક અને બાદમાં બોસ્ટનના ડબલ્યુજીબીએચ-ટીવી ખાતે કામ કરવાની મંજૂરી આપી હતી.[૧૯]
ફિલ્મ કારકિર્દી
[ફેરફાર કરો]મુંબઈ પાછા ફર્યા બાદ તેમને સ્વતંત્ર ધિરાણ મળ્યું અને આખરે ૧૯૭૩માં અંકુર ફિલ્મ બનાવવામાં આવી. તે તેમના ગૃહ રાજ્ય, તેલંગાણામાં આર્થિક અને જાતીય શોષણનું એક વાસ્તવિક નાટક હતું, અને બેનેગલે તરત જ ખ્યાતિ મેળવી. આ ફિલ્મમાં અભિનેતા શબાના આઝમી અને અનંત નાગની રજૂઆત કરવામાં આવી હતી અને બેનેગલને ૧૯૭૫ માં બીજી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. શબાનાને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.[૨૦][૨૧]
૧૯૭૦ના દાયકામાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં ન્યૂ ઇન્ડિયા સિનેમાને જે સફળતા મળી હતી, તે મોટાભાગે શ્યામ બેનેગલની ચાર ફિલ્મો અંકુર (૧૯૭૩), નિશાંત (૧૯૭૫), મંથન (૧૯૭૬) અને ભૂમિકા (૧૯૭૭)ને આભારી છે. બેનેગલે વિવિધ પ્રકારના નવા કલાકારોનો ઉપયોગ કર્યો હતો, જેમાં મુખ્યત્વે એફટીઆઇઆઇ અને નેશનક સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)ના નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટિલ, શબાના આઝમી, કુલભૂષણ ખરબંદા અને અમરીશ પુરીનો સમાવેશ થાય છે.[૨૨]
બેનેગલની આગામી ફિલ્મ નિશાંત (૧૯૭૫)માં એક શિક્ષકની પત્ની પર ચાર જમીનદારો દ્વારા અપહરણ કરીને સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવે છે; અધિકારીવર્ગ પરેશાન પતિની મદદ માટેની વિનંતીઓ તરફ બહેરા કાન ફેરવે છે. મંથન (૧૯૭૬) એ ગ્રામીણ સશક્તિકરણ પરની ફિલ્મ છે અને તે ગુજરાતના નવજાત ડેરી ઉદ્યોગની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. પહેલી જ વાર, ગુજરાતના પાંચ લાખથી વધુ ગ્રામીણ ખેડૂતોએ બે-બે રૂપિયાનું યોગદાન આપ્યું અને આ રીતે તેઓ ફિલ્મના નિર્માતા બન્યા.[૨૩] તેની રજૂઆત પછી, ખેડૂતોની ટ્રકો "તેમની" ફિલ્મ જોવા માટે આવી હતી, જેણે તેને બોક્સ ઓફિસ પર સફળ બનાવી હતી.[૨૪] ગ્રામીણ દમન પરની આ ત્રયી બાદ, બેનેગલે એક બાયોપિક ભૂમિકા (૧૯૭૭) બનાવી હતી, જે વ્યાપકપણે ૧૯૪૦ના દાયકાની જાણીતી મરાઠી મંચ અને ફિલ્મ અભિનેત્રી હંસા વાડકર (સ્મિતા પાટીલ દ્વારા ભજવાયેલ) ના જીવન પર આધારિત હતી, જેણે ભપકાદાર અને બિનપરંપરાગત જીવન જીવ્યું હતું. મુખ્ય પાત્ર ઓળખ અને આત્મ-પરિપૂર્ણતા માટેની વ્યક્તિગત શોધ પર આધારિત છે, જ્યારે પુરુષો દ્વારા કરવામાં આવતા શોષણ સામે પણ ઝઝૂમી રહ્યું છે.[૨૫]
૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં શ્યામે યુનિસેફ (UNICEF) દ્વારા પ્રાયોજિત સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ (SITE) માટે ૨૧ ફિલ્મ મોડ્યુલ્સ બનાવ્યાં હતાં. આનાથી તેમને SITEના બાળકો અને ઘણા લોક કલાકારો સાથે વાતચીત કરવાની મંજૂરી મળી. છેવટે તેમણે ૧૯૭૫માં ક્લાસિક લોકકથા ચરણદાસ ચોરની તેમની લાક્ષણિક પ્રસ્તુતિમાં આમાંના ઘણા બાળકોનો ઉપયોગ કર્યો હતો. તેમણે આ ફિલ્મ ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી, ઇન્ડિયા માટે બનાવી હતી.[૨૬] ફિલ્મ વિવેચક ડેરેક માલ્કમના ટાંકવા મુજબ:
બેનેગલે જે કર્યું છે તે તે અસાધારણ દિવસોના ભવ્ય દ્રશ્ય મનોરંજનને રંગવાનું છે અને તે એક પ્રતિભાશાળી સ્ત્રીની વેદના અને દુર્દશા પ્રત્યે પણ સંવેદનશીલ છે, જેને સલામતીની જરૂરિયાત ફક્ત સ્વતંત્રતા પરના તેના આગ્રહ સાથે મેળ ખાતી હતી.[૨૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Shyam-e-ghazal". The Tribune (Chandigarh). 29 January 2006. મૂળ સંગ્રહિત માંથી 10 December 2021 પર સંગ્રહિત. મેળવેલ 10 December 2021.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
- ↑ "RIP Shyam Benegal: President Droupadi Murmu, PM Narendra Modi, and other leaders of the nation pay their respects to the legendary filmmaker". The Times of India. 2024-12-24. ISSN 0971-8257. મેળવેલ 2024-12-24.
- ↑ ""In Loving Memory: Shyam Benegal"". Kovid Gupta Films. 2024. મેળવેલ 23 December 2024 – YouTube વડે. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Google". www.google.com. મૂળ માંથી 2 July 2007 પર સંગ્રહિત. મેળવેલ 5 January 2020.
- ↑ Hudson, Dale (9 October 2012). "NYUAD Hosts Shyam Benegal Retrospective". New York University Abu Dhabi. મેળવેલ 14 September 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ Srinivasaraju, Sugata (5 February 2022). "Tongue In A Twist". Outlook (Indian magazine). મેળવેલ 5 March 2023.
Konkani has been the mother-tongue of some very famous Indians, like filmmakers Guru Dutt and Shyam Benegal .....
- ↑ ""Remembering Shyam Benegal!"". Kovid Gupta Films. 2024. મેળવેલ 23 December 2024 – YouTube વડે. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Shyam Benegal". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 5 March 2023.
Benegal's father was a professional photographer originally from Karnataka, and, as a result, Benegal grew up speaking mostly Konkani and English.
- ↑ ૧૦.૦ ૧૦.૧ Homi Bhabha Fellowship Council, Fellows, Biodata સંગ્રહિત ૩ માર્ચ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન, "During the period of his Fellowship, Mr. Benegal wrote and directed short films on social themes with special relevance to the lower-income groups of the middle and working classes. He also visited the US, the UK and Japan to study educational television films."
- ↑ "Shyam Benegal death: From Ankur to Zubeidaa; remembering the pioneer of parallel cinema's best movies, career, awards". The Economic Times. 2024-12-23. ISSN 0013-0389. મેળવેલ 2024-12-24.
- ↑ "'Book'ed for a cause". The Times of India. 15 October 2008. મેળવેલ 1 August 2012.
- ↑ "Acclaimed film director Shyam Benegal passes away at 90". Deccan Herald (અંગ્રેજીમાં). મેળવેલ 2024-12-24.
- ↑ Raj, Astitva. "The Benegal-Dutt Connection: Did You Know About Shyam Benegal's Family Ties to Guru Dutt". News24 (અંગ્રેજીમાં). મેળવેલ 2024-12-24.
- ↑ Shyam Benegal at ucla.net South Asia Studies, University of California, Los Angeles.
- ↑ "Legendary filmmaker Shyam Benegal, icon of Indian cinema, passes away at 90". www.storyboard18.com (અંગ્રેજીમાં). મેળવેલ 2024-12-24.
- ↑ "Google". www.google.com. મેળવેલ 5 January 2020.
- ↑ ઢાંચો:Usurped The Hindu, 17 January 2003.
- ↑ "Shyam Benegal". Indiancine.ma. મેળવેલ 2024-12-24.
- ↑ "A junoon without parallel: Shyam Benegal sowed Ankur of new cinema, rediscovered Bharat". The Times of India. 2024-12-24. ISSN 0971-8257. મેળવેલ 2024-12-24.
- ↑ "From Ankur to Zubeidaa: Remembering Shyam Benegal through his 10 most iconic films".
- ↑ "Shyam Benegal's Ankur and the Dawn of New Wave Cinema". The Wire (અંગ્રેજીમાં). મેળવેલ 2024-12-24.
- ↑ "'Manthan' made on Rs 2 donations". The Times of India. મૂળ માંથી 23 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 September 2012.
- ↑ NDTV movies સંગ્રહિત ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૭ ના રોજ વેબેક મશિન NDTV.
- ↑ ""In search of Shyam Benegal," LA Weekly, 29 August 2007". મૂળ માંથી 12 February 2008 પર સંગ્રહિત. મેળવેલ 5 January 2020.
- ↑ "Shyam Benegal - Director - Films as Director:, Publications". www.filmreference.com. મેળવેલ 5 January 2020.
- ↑ Shyam Benegal at Upperstall Upperstall.com.