લખાણ પર જાઓ

શબાના આઝમી

વિકિપીડિયામાંથી
શબાના આઝમી
શબાના આઝમી
રાજ્ય સભાના સાંસદ (નામાંકિત)
પદ પર
૨૭ ઓગષ્ટ ૧૯૯૭ – ૨૬ ઓગષ્ટ ૨૦૦૩
અંગત વિગતો
જન્મ
શબાના કૈફી આઝમી

(1950-09-18) 18 September 1950 (ઉંમર 74)
હૈદરાબાદ, ભારત
વર્તમાન (તેલંગાણા), ભારત
જીવનસાથી
માતા-પિતાકૈફી આઝમી
શૌકત કૈફી
વ્યવસાયઅભિનેત્રી, સામાજીક કાર્યકર
પુરસ્કારોપદ્મભૂષણ (૨૦૧૨)

શબાના આઝમી (જ. ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૦) ફિલ્મ, ટેલિવિઝન અને રંગમંચના ભારતીય અભિનેત્રી છે. કવિ કૈફી આઝમી અને રંગમંચના અભિનેત્રી શૌકત આઝમીની પુત્રી શબાના પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ૧૯૭૪માં પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી અને ઝડપથી સમાંતર સિનેમાની અગ્રણી અભિનેત્રીઓ પૈકીના એક બની ગયા.[] ફિલ્મોમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ બદલ તેમણે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેના પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત ઘણા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે.[][] તેમને પાંચ ફિલ્મફેર પુરસ્કાર ઉપરાંત ભારતના ૩૦મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં વુમન ઇન સિનેમા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે.[] ૧૯૯૮માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

શબાના આઝમીનો જન્મ હૈદરાબાદ ખાતે સૈયદ મુસ્લિમ પરિવારમાં થયો હતો.[] તેમના પિતા કૈફી આઝમી કવિ હતા અને માતા શૌકત આઝમી રંગમંચના અભિનેત્રી હતા.[] તેઓ બન્ને ભારતીય સામ્યવાદી પક્ષના સદસ્ય હતા. શબાનાના માતાપિતાના સક્રિય સામાજિક જીવનને કારણે તેમનું ઘર હંમેશા સામ્યવાદી નેતાઓ અને પ્રવૃતિઓથી ધમધમતું રહેતું. બાળપણથી જ તેમના ઘરના વાતાવરણમાંથી તેમને પારિવારીક સંબંધો, સામાજિક અને માનવીય મૂલ્યોનું શિક્ષણ મળ્યું.[][][] શબાનાએ તેમનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની ક્વીન મેરી સ્કૂલમાંથી મેળવ્યું તથા સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી મનોવિજ્ઞાન વિષયમાં સ્નાતકની પદવી મેળવી. બાદમાં તેમણે પુણેની ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન સંસ્થા (FTII)માં અભિનયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

૧૯૭૩માં ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન સંસ્થા (FTII)માંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે ખ્વાજા અહેમદ અબ્બાસની ફિલ્મ ફાસલાના કરાર પર હસ્તાક્ષર કર્યા તથા કાંતિલાલ રાઠોડની પરિણય નામની ફિલ્મમાં કામ શરૂ કર્યું. જોકે શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત અંકુર (૧૯૭૪) તેમની પહેલી પ્રદર્શિત ફિલ્મ હતી. નવ-યથાર્થવાદી ફિલ્મ શૈલી સંબંધિત અંકુર એક સત્યઘટના પર આધારિત ફિલ્મ હતી. ફિલ્મમાં આઝમીએ એક પરણિત નોકરાણીની ભૂમિકા ભજવી હતી જે ગ્રામીણ ક્ષેત્રની મુલાકાતે આવેલા કોલેજના વિદ્યાર્થી સાથે લગ્નેતર સંબંધ રાખે છે. ફિલ્મ ખૂબ જ સફળ સફળ રહી અને શબાનાને તેમના અભિનય બદલ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો. ૧૯૮૩થી ૧૯૮૫ સુધી અર્થ, ખંડહર તથા પાર ફિલ્મ માટે સતત ત્રણ વર્ષ સુધી તેમણે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકેના રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા. ૧૯૯૯માં પ્રદર્શિત ફિલ્મ ગોડમધર માટે તેમને કારકિર્દીનો પાંચમો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો.

તેમણે પ્રાયોગિક અને સમાંતર ભારતીય સિનેમામાં પણ કામ કર્યું. દીપા મહેતાની ફિલ્મ ફાયર (૧૯૯૬)માં તેમણે સમલૈંગિક સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. સમલૈંગિતાના કથાવસ્તુ વાળી આ ફિલ્મ પર કેટલાક સામાજિક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં તેમણે ભજવેલી રાધાની ભૂમિકા માટે ૩૨મા શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો સિલ્વર હ્યુગો પુરસ્કાર તથા લોસ એન્જેલસ ખાતેના ફિલ્મ સમારોહમાં જ્યૂરી પુરસ્કાર મેળવીને આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી.[]

તેઓ દીપા મહેતાની ફિલ્મ વોટર (૨૦૦૫) માટેની પહેલી પસંદ હતા. ફિલ્મના કેટલાક હિસ્સાનું શુટીંગ ૨૦૦૨માં શરૂ થયું. શબાનાએ તેમના શકુંતલા પાત્ર માટે નંદિતા દાસ સાથે મુંડન પણ કરાવ્યું. જોકે રાજનૈતિક વિરોધના પગલે ફિલ્મ સ્થગિત કરવામા આવી. બાદમાં શબાનાની જગ્યાએ સીમા વિશ્વાસને લઈને ૨૦૦૪માં ફિલ્મનું શુટીંગ ફરીથી કરવામાં આવ્યું.[૧૦]

તેમની કેટલીક ઉલ્લેખનીય ફિલ્મોમાં શ્યામ બેનેગલની નિશાંત (૧૯૭૫), ઝૂનૂન, અંતરનાદ (૧૯૯૨); સત્યજીત રેની શતરંજ કે ખિલાડી, મૃણાલ સેનની ખંડહર, જીનેસીસ (૧૯૮૬), એક દિન અચાનક; સઈદ મિર્ઝાની આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા કો આતા હે, સાંઈ પરાંજપેની સ્પર્શ અને દિશા; ગૌતમ ઘોષની પાર, અપર્ણા સેનની પિકનિક અને સતી; મહેશ ભટ્ટની અર્થ તથા વિનય શુક્લાની ગોડમધર મુખ્ય છે. તેમની કેટલીક સફળ વ્યાવસાયિક ફિલ્મોમાં મનમોહન દેસાઈની અમર અકબર એન્થની અને પરવરિશ; પ્રકાશ મહેરાની જ્વાલામુખી નો સમાવેશ થાય છે. શબાનાએ જ્હૉન શ્લેસિંગરની મૅડમ સૌસાત્ઝ્કા (૧૯૮૮) તથા રોલાન્ડ જૉફની સીટી ઓફ જૉય (૧૯૯૨) જેવી હોલીવુડની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

અંગત જીવન

[ફેરફાર કરો]

૧૯૭૦ના દશકમાં શબાનાની સગાઈ બેંજામિન ગિલાની સાથે કરવામાં આવી હતી પરંતુ અંગત કારણોસર તે મોકૂફ કરવામાં આવી હતી.[૧૧] બાદમાં તેમણે ૯ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ગીતકાર, કવિ અને બોલીવુડના પટકથા લેખક જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યાં.[૧૨] અખ્તરના આ બીજા લગ્ન હતા. તેમના પ્રથમ લગ્ન ફિલ્મ પટકથા લેખિકા હની ઇરાની સાથે થયા હતા. શબાનાના માતાપિતા, બે બાળકોના પિતા જાવેદ સાથેના શબાના લગ્નના વિરોધમાં હતા.[૧૩][૧૪]

સામાજિક અને રાજકીય સક્રિયતા

[ફેરફાર કરો]
વર્લ્ડ ઇકોનોમીક ફોરમ ૨૦૦૬માં શબાના આઝમી

શબાના એક પ્રતિબદ્ધ સામાજિક કાર્યકર રહ્યા છે. તેઓ બાળ મૃત્યુદર ઘટાડો, એઇડ્સ તથા અન્યાય સામેની લડત ચલાવવામાં સક્રિય છે.[૧૫][૧૬] તેમણે સાંપ્રદાયિકતાનો વિરોધ કરતા કેટલાંક નાટકો અને પ્રદર્શનોમાં ભાગ લીધો છે. ૧૯૮૯માં સ્વામી અગ્નિવેશ અને અસગર અલી એન્જીનિયર સાથે તેમણે સાંપ્રદાયિક સૌહાર્દ માટેની દિલ્હીથી મેરઠ સુધીની ચાર દિવસીય કૂચમાં ભાગ લીધો હતો. ઝૂંપડપટ્ટીમાં રહેનારા, વિસ્થાપિત કાશ્મીરી પંડિતો, ૧૯૯૩ના લાતૂર ભૂકંપ પીડિતો જેવા સામાજિક મુદ્દાઓનું સમર્થન કર્યું છે. ૧૯૯૩ના મુંબઈ તોફાનોના સમયે ધાર્મિક ઝૂનૂન અને સાંપ્રદાયિકતાના સશક્ત આલોચક તરીકે ઊભર્યા.[૧૭]

તેમણે એઇડ્સ પીડિતોના સામાજિક બહિષ્કાર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું.[૧૫] ભારત સરકાર દ્વારા પ્રદર્શિત એક ટૂંકી ફિલ્મમાં તેમને HIV અસરગ્રસ્ત એક નાનકડા બાળકને પોતાના હાથોમાં રાખીને, “તેને તમારી અસ્વીકૃતિની નહિ પણ પ્રેમની જરૂર છે.” કહેતા દર્શાવવામાં આવ્યા છે. મેઘલા આકાશ નામની એક બંગાળી ફિલ્મમાં તેમણે એઇડ્સના રોગીઓની સારવાર કરનાર ચિકિત્સકની ભૂમિકા ભજવી છે.

૧૯૮૧થી તેઓ ભારતના પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં રચાયેલી રાષ્ટ્રીય એકતા પરિષદ તથા ભારતના રાષ્ટ્રીય એઇડ્સ આયોગના સદસ્ય રહ્યા છે. ૧૯૯૭માં તેમને ભારતીય સંસદના ઉચ્ચ સદન રાજ્ય સભામાં નામાંકિત કરવામાં આવ્યા. ૧૯૯૮માં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ દ્વારા તેમને ભારતના યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ સદ્‌ભાવના રાજદૂત તરીકે પસંદ કરવામાં આવ્યા.[૧૫] ૨૦૧૯ની સામાન્ય સંસદીય ચૂંટણીમાં ભારતીય સામ્યવાદી પક્ષના બેગૂસરાય બેઠક પરના ઉમેદવાર કનૈયાકુમારના સમર્થનમાં સક્રિય પ્રચાર કર્યો હતો.[૧૮]

પુરસ્કાર અને સન્માન

[ફેરફાર કરો]

રાષ્ટ્રીય પુરસ્કાર

[ફેરફાર કરો]
  • ૧૯૭૫ – રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, અંકુર
  • ૧૯૮૩ – રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, અર્થ
  • ૧૯૮૪ – રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, ખંડહર
  • ૧૯૮૫ – રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, પાર
  • ૧૯૯૯ – રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, ગોડમધર

ફિલ્મફેર પુરસ્કાર

[ફેરફાર કરો]

વિજેતા

  • ૧૯૭૮ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, સ્વામી
  • ૧૯૮૪ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, અર્થ
  • ૧૯૮૫ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, ભાવના
  • ૨૦૦૬ – લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ
  • ૨૦૧૭ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી નીરજા (૨૦૧૬)

નામાંકન

  • ૧૯૭૫ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, અંકુર
  • ૧૯૮૧ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, થોડીસી બેવફાઈ
  • ૧૯૮૪ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, માસૂમ (૧૯૮૩)
  • ૧૯૮૪ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, અવતાર
  • ૧૯૮૪ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, મંડી
  • ૧૯૮૫ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, સ્પર્શ
  • ૨૦૦૩ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ ખલનાયિકા, મકડી
  • ૨૦૦૪ – ફિલ્મફેર પુરસ્કાર – સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી, તહેઝીબ (૨૦૦૩)

આંતરરાષ્ટ્રીય પુરસ્કાર

[ફેરફાર કરો]
  • ૧૯૯૩ : સર્વશ્રેષ્ઠ અભિનેત્રી લિબાસ - નોર્થ કોરિયા
  • ૧૯૯૪ : સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, પતંગ ઇટલી ખાતેનો ફિલ્મ પુરસ્કાર
  • ૧૯૯૬ : ૩૨મા શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો સિલ્વર હ્યુગો પુરસ્કાર[]
  • ૧૯૯૬ : લોસ એન્જેલસ ખાતેના ફિલ્મ સમારોહમાં જ્યૂરી પુરસ્કાર[]

અન્ય સન્માન

[ફેરફાર કરો]
  • ૧૯૮૮ : ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર.
  • ૧૯૯૪ : ધર્મનિરપેક્ષતાની ઉત્કૃષ્ટતા માટે રાજીવ ગાંધી પુરસ્કાર.
  • ૨૦૦૬ : ગાંધી ફાઉન્ડેશન, લંડન દ્વારા ગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર.
  • ૨૦૧૨ : ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ પુરસ્કાર.[૧૯]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. K., Bhumika (21 January 2006). "Shabana's soap opera". The Hindu. Chennai, India. મૂળ માંથી 11 જાન્યુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 31 January 2009. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. PTI (22 July 2005). "Parallel cinema seeing changes: Azmi". The Times of India. મૂળ માંથી 5 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 31 January 2009. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૫ ના રોજ વેબેક મશિન
  3. Nagarajan, Saraswathy (18 December 2004). "Coffee break with Shabana Azmi". The Hindu. Chennai, India. મૂળ માંથી 31 ડિસેમ્બર 2004 પર સંગ્રહિત. મેળવેલ 31 January 2009. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૦૪-૧૨-૩૧ ના રોજ વેબેક મશિન
  4. "Directorate of Film Festival" (PDF). મૂળ (PDF) માંથી 30 January 2013 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૩-૦૧-૩૦ ના રોજ વેબેક મશિન
  5. "Shabana Azmi presented Akkineni award". The Hindu. Chennai, India. 14 January 2007. મૂળ માંથી 22 ઑક્ટોબર 2007 પર સંગ્રહિત. મેળવેલ 22 માર્ચ 2020. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ Gulzar; Nihalani, Govind; Chatterjee, Saibal (2003). Encyclopaedia of Hindi cinema. Popular Prakashan. p. 524. ISBN 978-81-7991-066-5.
  7. Kaifi Azmi (28 May 1997). "Kaifi Azmi". Outlook. મેળવેલ 5 March 2010. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  8. Shabana Azmi (2 October 2010). "To Abba... with love". Screen. મૂળ માંથી 19 December 2009 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2010. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  9. "A conversation with actress and social activist Shabana Azmi". Charlie Rose. 6 March 2006. મૂળ માંથી 7 July 2009 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2010. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૦૯-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન
  10. "The Politics of Deepa Mehta's Water". Bright Lights Film Journal. 1 April 2000. મેળવેલ 14 June 2019. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  11. "Actor and rebel: Shabana Azmi". filmfare.com. મેળવેલ 14 June 2019. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  12. "THE DYNAMIC DYNASTIES: What would the world of films be without them?". Screen. 22 September 2000. મૂળ માંથી 10 February 2010 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  13. Ali Peter John (8 December 2000). "Javed Akhtar: It's not so easy". Screen (magazine). મેળવેલ 5 March 2010. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  14. "For Abba with Love by Shabana Azmi". Kaifiyat. મૂળ માંથી 22 January 2013 પર સંગ્રહિત. મેળવેલ 31 January 2013. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૩-૦૧-૨૨ ના રોજ વેબેક મશિન
  15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ "Biographies: A-F". United Nations. મેળવેલ 24 February 2011. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  16. "World population crosses 6 billion". The Tribune (Chandigarh). Tribune News Service. 12 October 1999. મેળવેલ 24 February 2011. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  17. Merchant, Ameen (1995). "Being Shabana Azmi". Rungh - A South Asian Quarterly of Culture, Comment and Criticism. 3. Vancouver, British Columbia, Canada: Rungh Cultural Society: 5–9. ISSN 1188-9950. મૂળ માંથી 2020-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-22. {{cite journal}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  18. Rohit Kumar Singh (26 April 2019). "Shabana Azmi seek votes for Kanhaiya Kumar, attacks BJP". India Today. મેળવેલ 5 May 2019. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  19. "Padma Awards". pib. 27 January 2013. મેળવેલ 27 January 2013. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]