દેવ આનંદ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
દેવ આનંદ એ ભારત દેશનાં હિન્દી ફિલ્મોનાં એક અભિનેતા હતા. તેમનું પુરૂ નામ ધરમદેવ પીશોરીમલ આનંદ હતું. તેનો જન્મ સપ્ટેમ્બર ૨૬,૧૯૨૩ નાં રોજ થયો હતો. ફિલ્મોનાં પ્રેમને લીધે તેઓ મુંબઈ શહેરમાં આવ્યા અને ત્યાં ચર્ચગેટ ની પાસે આવેલ મિલિટ્રી કેન્સર ઓફિસમાં મહિને ૧૬૦ રૂ.ની નોકરી સ્વીકારીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. દેવ આનંદે ઈ.સ.૧૯૪૬ માં આવેલી હમ એક હૈ ફિલ્મમાં પ્રથમ વખત અભિનય આપ્યો અને ઈ.સ.૧૯૪૮ માં આવેલી તેમની ફિલ્મ "ઝિદ્દી" ખુબજ સફળ રહી હતી. ફિલ્મોમાં સફળ થયા બાદ તેઓએ પોતાની "નવકેતન" નામની ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરી હતી.
ભારતીય ફિલ્મોમાં યોગદાન કરવા બદલ ઈ.સ.૨૦૦૧ માં તેમને પદ્મભૂષણ નું સન્માન અપાયુ હતું.