નૌશાદ અલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નૌશાદ અલી (25 ડિસેમ્બર 1919 - 5 મે 2006) એક ભારતીય સંગીતકાર હતા.

સંગીતકાર નૌશાદ અલી (ઈ. સ. ૨૦૦૫)

નૌશાદ અલી અથવા નૌશાદ (હિન્દી:नौशाद; અંગ્રેજી:Naushad) એ ભારતીય ફિલ્મ સંગીતકાર હતા. એમણે પહેલી ફિલ્મમાં સંગીત આપ્યા પછી ૬૪ વર્ષ સુધી પોતાની સંગીતકળાનો જાદુ ફેલાવ્યા પછી પણ માત્ર ૬૭ ફિલ્મોમાં જ સંગીત આપ્યું છે, પરંતુ એમનું કૌશલ્ય એ બાબતનું જીવંત ઉદાહરણ પુરું પાડે છે કે ગુણવત્તા સંખ્યાબળ કરતાં ચઢિયાતું સ્થાન ધરાવે છે. ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીતને ફિલ્મોમાં લોકપ્રિય કરનાર સંગીતકાર તરીકેનું શ્રેય એમને આપવામાં આવે છે[૧].

સંગીતકાર નૌશાદ અલીનો જન્મ પચ્ચીસમી ડિસેમ્બર, ૧૯૧૯ના દિવસે ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌ ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો. તેઓ માત્ર ૧૭ વર્ષની ઉંમરે જ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પ્રયાણ કરી ગયા હતા. શરૂઆતના સંઘર્ષના દિવસોમાં એમને ઉસ્તાદ મુસ્તાક હુસૈન ખાં, ઉસ્તાદ ઝંડે ખાં તેમ જ પંડિત ખેમ ચંદ્ર પ્રકાશ જેવા ગુણવાન ગુરુઓની સોબત મળી હતી.

એમને પહેલી વાર સ્વતંત્ર સંગીતકાર તરીકે ઈ. સ. ૧૯૪૦ના વર્ષમાં પ્રેમનગર નામના ચલચિત્રમાં સંગીત પીરસવાની તક મળી હતી[૨]. પરંતુ એમની પોતાની ઓળખાણ પ્રસ્થાપિત કરવાની તક એમને ઈ. સ. ૧૯૪૪ના વર્ષમાં રજુ થયેલ રતન નામના ચલચિત્રમાં મળી હતી, જેમાં જોહરાબાઈ અમ્બાલેવાલી, અમીરબાઈ કર્ણાટકી, કરણ દિવાન અને શ્યામ જેવા સ્વરકારોએ ગાયેલાં ગીતો ખૂબ જ પ્રસિદ્ધ થયાં હતાં. આ ભવ્ય સફળતા સાંપડ્યા પછી એમણે ૩૫ જેટલી સિલ્વર જ્યુબીલી હીટ, ૧૨ ગોલ્ડન જ્યુબીલી તેમ જ ૩ ડાયમંડ જ્યુબીલી ફિલ્મો આપી ભવ્ય સફળતા મેળવી. એમને ભારતીય ચલચિત્ર ઉદ્યોગમાં કરેલા ઉત્તમ યોગદાન બદલ ઈ. સ. ૧૯૮૨ના વર્ષમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઈ. સ. ૧૯૯૨ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૩].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Raju Bharatan (1 August 2013). "Preface". Naushadnama: The Life and Music of Naushad. Hay House, Inc. pp. 48–. ISBN 978-93-81398-63-0. Retrieved 26 January 2015.
  2. Ganesh Anantharaman (January 2008). Bollywood Melodies: A History of the Hindi Film Song. Penguin Books India. pp. 31–. ISBN 978-0-14-306340-7. Retrieved 26 January 2015
  3. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/article3388728.ece%7Ctitle=The man, his music|accessdate=6 May 2012

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]