મે ૧૧

વિકિપીડિયામાંથી

૧૧ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

 • ૮૬૮ – વિશ્વના સૌથી જૂના છપાયેલા પુસ્તક તરીકે જ્ઞાત वज्रच्छेदिकाप्रज्ञापारमितासूत्र (ડાયમંડ સૂત્ર)ની પ્રત ચીનમાં છપાઈ.
 • ૧૮૧૨ – બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સની લોબીમાં જ્હોન બેલિંગહામ દ્વારા વડા પ્રધાન સ્પેન્સર પર્સેવલની હત્યા કરવામાં આવી.
 • ૧૮૨૦ – એચ.એમ.એસ.બિગલ(HMS Beagle) લૉન્ચ કરાયું, જે જહાજમાં ચાર્લ્સ ડાર્વિન તેની વૈજ્ઞાનિક સફર પર નિકળેલ.
 • ૧૮૫૭ – ભારતીય ક્રાંતિ: ક્રાંતિકારીઓએ, બ્રિટિશરો પાસેથી, દિલ્હીનો કબ્જો કર્યો.
 • ૧૯૧૦ – યુ.એસ. કોંગ્રેસે મોન્ટાનામાં ગ્લેશિયર નેશનલ પાર્કની સ્થાપના કરી.
 • ૧૯૨૪ – 'ગોટ્ટલિબ ડેમલર' અને 'કાર્લ બેન્ઝ'ની બે કંપનીઓનાં એકીકરણ દ્વારા, "મર્સિડિઝ બેન્ઝ" કંપનીનો ઉદય થયો.
 • ૧૯૪૯ – ઈઝરાયલ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
 • ૧૯૫૧ – ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પુનઃનિર્મિત સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા અને જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠાન કરવાની વિધી કરવામાં આવી.
 • ૧૯૮૪ – મંગળથી પૃથ્વીના પારગમન (Transit of Earth from Mars)ની ખગોળીય ઘટના બની.
 • ૧૯૯૭ – 'ડીપ બ્લુ' (IBM Deep Blue) નામક શતરંજ (ચેસ) રમનાર સુપર કમ્પ્યુટરે (Supercomputer), 'ગેરી કાસ્પારોવ'ને હરાવી અને ક્લાસિક મેચ પ્રકારમાં વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડીને હરાવનાર પ્રથમ કમ્પ્યૂટર બન્યું.
 • ૧૯૯૮ – ભારતે, પ્રાયોગિક ધોરણે પોખરણમાં, ત્રણ ભૂગર્ભીય પરમાણું વિસ્ફોટ કર્યા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

 • રાષ્ટ્રીય તકનીકી દિવસ (ભારત) – ૧૧ મે, ૧૯૯૮ના રોજ કરવામાં આવેલા પાંચ પરમાણુ પરીક્ષણોમાંથી પ્રથમ પરીક્ષણની યાદમાં.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]