સઆદત હસન મન્ટો

વિકિપીડિયામાંથી
નિશાન–એ–ઇમ્તિયાજ

સઆદત હસન મન્ટો
જન્મનું નામ
سعادت حسن منٹو
જન્મ(1912-05-11)11 May 1912
સમરાલા, પંજાબ, બ્રિટીશ ભારત
મૃત્યુ18 January 1955(1955-01-18) (ઉંમર 42)
લાહોર, (પૂર્વ) પંજાબ, પાકિસ્તાન
વ્યવસાયનવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, પટકથા લેખક, ટૂંકી વાર્તા લેખક
રાષ્ટ્રીયતાભારતીય (૧૯૧૨–૧૯૪૮)
પાકિસ્તાની (૧૯૪૮–૧૯૫૫)
સમયગાળો૧૯૩૪–૧૯૫૫
લેખન પ્રકારનાટક, નોનફિક્શન, વ્યંગ, પટકથાઓ, વ્યક્તિગત પત્રવ્યવહાર
નોંધપાત્ર સર્જનોટોબા ટેક સિંઘ; ઠંડા ગોશ્ત; બૂ; ખોલ દો; કાલી સલવાર; હત્તક
નોંધપાત્ર પુરસ્કારોનિશાન–એ–ઇમ્તિયાજ સન્માન (૨૦૧૨) મરણોપરાંત
સંબંધીઓમસૂદ પરવેઝ (અ. ૨૦૦૧)[૧]
આબિદ હસન મન્ટો
આયેશા જલાલ

સઆદત હસન મન્ટો (૧૧ મે ૧૯૧૨ – ૧૮ જાન્યુઆરી ૧૯૫૫) એક જાણીતા ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક હતા. તેમની ગણના ઉર્દૂ સાહિત્યના પ્રસિદ્ધ લેખકોમાં થતી આવી છે. તેમની કલમ દ્વારા સમય પહેલાંની વાત તેમની વાર્તાઓમાં કહેવામાં આવી હતી.

જીવન[ફેરફાર કરો]

મન્ટોનો જન્મ ૧૧ મે ૧૯૧૨ ના રોજ લુધિયાણાના સમરાલા ગામના ખાનદાની બેરિસ્ટર પરિવારમાં થયો હતો. તેમના પિતા ગુલામ હસન પ્રખ્યાત બેરિસ્ટર અને સેશન્સ જજ હતા. તેમની માતાનું નામ સરદાર બેગમ હતું.[૨] તેઓ કાશ્મીર વંશના હતા અને તેમને તે વાતનો ગર્વ પણ હતો. તેમણે પંડિત જવાહરલાલ નહેરુ ને લખેલા એક પત્રમાં જણાવ્યુ હતું કે 'સુંદર' એ 'કાશ્મીરી' હોવાનો બીજો અર્થ છે.[૩]

તેમના જીવનમાં મોટો વળાંક ૨૧ વર્ષની ઉમરે ૧૯૩૩માં આવ્યો કે જ્યારે તેઓ અમૃતસરના વિદ્વાન લેખક અબ્દુલ બારી અલીગને મળ્યા. અબ્દુલ બારી અલીગે તેમને પોતાની સાચી પ્રતિભા અને આવડતને ઓળખવા માટે ફ્રેન્ચ અને રશિયન લેખકો વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા.[૨]

શિક્ષણ[ફેરફાર કરો]

મન્ટો એ તેમનો અભ્યાસ અમૃતસરની મુસ્લિમ હાઇસ્કૂલમાં કર્યો હતો. ૧૯૩૧માં તેમને મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.[૨]

સાહિત્યિક કારકિર્દી[ફેરફાર કરો]

ત્રીશીની શરૂઆતમાં તેમણે તેમની સાહિત્યિક કારકીર્દીનો પ્રારંભ અંગ્રેજી, રશિયન અને ફ્રેંચ ભાષાની ઉત્તમ કૃતિઓના અનુવાદથી કર્યો હતો અને તેથી તેઓ એ ખૂબ નામના મેળવી હતી. ટૂંક સમયમાં તેઓ ટૂંકી વાર્તાઓના લેખક તરીકે પ્રસિદ્ધ થઈ ગયા. તેમની નાટ્યકૃતિઓ પણ વ્યાપકપણે ધ્યાનાર્હ બની. તેઓ તેમના લખાણો દ્વારા ઓલ ઈન્ડિયા રેડિયો, સંખ્યાબંધ નામાંકિત સાહિત્યિક સામયિકો અને ફિલ્મ એસોસિયેશનો સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા.[૪]

અન્તોન ચેખોવ પછી સહાદત હસન મંટો જ એવાં હતા જેમને પોતાની વાર્તાઓની તાકાત પર તેમનું એક અલગ સ્થાન બનાવ્યું હતું. તેમણે તેમના જીવનમાં કોઈ જ નવલકથા લખી નથી. જલિયાંવાલા બાગ હત્યાકાંડની તેમના મન ઉપર બહુ ગંભીર અસર થઇ હતી. આ હત્યાકાંડનો આધાર લઈને તેમણે "તમાશા" વાર્તા લખી હતી. તે તેમની પ્રથમ વાર્તા હતી. તેમાં જલિયાંવાલા નરસંહાર એક સાત વર્ષના બાળકની નજરે જોવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલીક વધારે રચનાઓ પણ તેમણે ક્રાંતિકારી ગતિવિધિઓની અસર હેઠળ લખી હતી. ૧૯૩૬માં મંટોનો પ્રથમ મૌલિક ઉર્દૂ વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો હતો, તેનું શીર્ષક હતું "અતીશપારે". ૧૯૪૮ પછી મંટો પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.

સાહિત્યિક કાર્યો[ફેરફાર કરો]

મંટોએ ૧૯ વર્ષના તેમના સાહિત્યિક જીવનકાળ દરમિયાન ૨૩૦ વાર્તાઓ, ૬૭ રેડિયો નાટક અને ૭૦ લેખો લખ્યા હતા. પાકિસ્તાનમાં તેમનો ૧૪ વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો હતો, જે ૧૬૧ વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓમાં "સિયાહ હાશિયે", "નંગી અવાજે" , "લાઈસેન્સ", "ટોબા ટેક સિંહ", "ખોલ દો", "ટેટવાલ કા કુત્તા", "મમ્મી" વગેરે સામેલ છે. તેમની વાર્તાઓ "બૂ", "કાલી સલવાર", "ઉપર-નીચે", "દરમિયાં", "ઠંડા ગોશ્ત", "ધુઆં" પર લાંબા મુકદ્દમા ચાલ્યા હતા. આજે પણ તેમની વાર્તાઓને સમજવાના પ્રયાસો કરવામાં આવે છે.[૪]

અવસાન[ફેરફાર કરો]

૧૮ જાન્યુઆરી ૧૯૫૫ના દિવસે સહાદત હસન મંટોનું અવસાન થયું હતું.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Jalal, Ayesha (2013). The Pity of Partition: Manto's Life, Times, and Work across the India-Pakistan Divide. Princeton University Press. પૃષ્ઠ 216. ISBN 978-1400846689.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Jalal, Ayesha (2013). Amritsar Dreams of Revolution. The Pity of Partition. Princeton University Press.
  3. Pandita, Rahul. Our Moon Has Blood Clots: A Memoir of a Lost Home in Kashmir.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ કનીજિયા, બળદેવભાઇ. ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ.