લખાણ પર જાઓ

ડિસેમ્બર ૨૪

વિકિપીડિયામાંથી

૨૪ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૩૭ – ભોપાલની લડાઇમાં મરાઠાઓએ મુઘલ સામ્રાજ્યની સંયુક્ત સેનાઓ, જયપુરના રાજપૂતો, હૈદરાબાદના નિઝામ, અવધના નવાબ અને બંગાળના નવાબને હરાવ્યા.
  • ૧૭૭૭ – જેમ્સ કૂક દ્વારા ક્રિસમસ આઇલેન્ડ તરીકે ઓળખાતા કિરિટિમતી દ્વિપની શોધ કરવામાં આવી.
  • ૧૯૨૪ – આલ્બેનિયા પ્રજાસત્તાક બન્યું.
  • ૧૯૨૪ – ફ્રેન્ચ સંસ્થાનવાદી વહીવટીતંત્ર દ્વારા કમ્બોડીયાના રાષ્ટ્રીય પુસ્તકાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.
  • ૧૯૫૧ – લિબિયા સ્વતંત્ર થયું.
  • ૧૯૯૯ – કંદહાર વિમાન અપહરણ ઘટના: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૮૧૪ને કાઠમંડુ અને દિલ્હી વચ્ચે ભારતીય હવાઇ ક્ષેત્રમાં અપહરણ કરવામાં આવી.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૨૪ – નારાયણ દેસાઈ, ભારતીય ગાંધીવાદી અને લેખક (અ. ૨૦૧૫)
  • ૧૯૫૪ – નિરંજન રાજ્યગુરુ, ગુજરાતી લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક અને પારંપરીક કળાઓના વિદ્વાન
  • ૧૯૫૬ – અનિલ કપૂર, ભારતીય અભિનેતા અને નિર્માતા
  • ૧૯૯૭ – નીરજ ચોપરા, ભારતીય એથ્લેટ

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]