ગુરુ

વિકિપીડિયામાંથી

ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ગુરુનો મહિમા ખૂબ જ મહત્વ ધરાવે છે. (સંસ્કૃત: गुरु) શબ્દએ બે શબ્દો, 'ગુ'(અંન્ધકાર) અને 'રુ'(પ્રકાશ)ની યુતી છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત. વ્યવહારીક દ્રષ્ટિએ શિ઼ક્ષક અથવા માર્ગદર્શકને પણ ગુરુ તરીકે સંબોધવામાં આવે છે. સામાન્યતઃ ગુરુ શબ્દ હિંન્દુ, બૌધ્ધ તથા શીખ ધર્મમાં પ્રચલિત છે તેમ છતા નૂતન કાળમા અન્ય ધર્મોમાં પણ ગુરુ શબ્દનો ઉપીયોગ થતો જણાય છે.