ડિસેમ્બર ૩

વિકિપીડિયામાંથી

૩ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૩૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

 • ૧૮૧૮ – ઇલિનોઇસ યુ.એસ.નું ૨૧મું રાજ્ય બન્યું.
 • ૧૯૧૦ – પેરિસ મોટર શોમાં જ્યોર્જ ક્લાઉડ દ્વારા આધુનિક નિયોન લાઇટિંગનું પ્રથમ પ્રદર્શન કરવામાં આવ્યું.
 • ૧૯૭૧ – ૧૯૭૧નું ભારત-પાકિસ્તાની યુદ્ધ: પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી યુદ્ધ શરૂ થયું.
 • ૧૯૭૯ – અયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેની ઈરાનના પ્રથમ સર્વોચ્ચ નેતા બન્યા.
 • ૧૯૮૪ – ભોપાલ હોનારત: ભોપાલ ખાતેના યુનિયન કાર્બાઇડ જંતુનાશક પ્લાન્ટમાંથી મિથાઇલ આઇસોસાયનેટ ગળતાં દુર્ઘટના સર્જાઈ. ઇતિહાસની સૌથી ખરાબ ઔદ્યોગિક આપત્તિઓમાંની એક, જેમાં ૩,૭૮૭થી વધુ લોકો માર્યા ગયા અને ૧,૫૦,૦૦૦ – ૬૦૦,૦૦૦ જેટલા અસર પામ્યા.
 • ૧૯૯૪ – તાઇવાને તેની પ્રથમ સંપૂર્ણ સ્થાનિક ચૂંટણીઓ યોજી.

જન્મ[ફેરફાર કરો]

 • ૧૮૨૯ – મહીપતરામ રૂપરામ નીલકંઠ, ગુજરાતી કેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર (અ. ૧૮૯૧)
 • ૧૮૮૨ – નંદલાલ બોઝ, આધુનિક ભારતીય કલાના પ્રણેતા (અ. ૧૯૬૬)
 • ૧૮૮૪ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર સેનાની (અ. ૧૯૬૩)
 • ૧૮૮૯ – ખુદીરામ બોઝ, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૦૮)
 • ૧૯૨૮ – મુહમ્મદ હબીબુર રહેમાન, ભારતીય-બાંગ્લાદેશી ન્યાયશાસ્ત્રી અને રાજકારણી, બાંગ્લાદેશના વડા પ્રધાન (અ. ૨૦૧૪)

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]