લખાણ પર જાઓ

ડિસેમ્બર ૧

વિકિપીડિયામાંથી

૧ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૩૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૨૪ – યુનાઇટેડ સ્ટેટ્સ પ્રમુખપદની ચૂંટણી: ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારને ઇલેક્ટોરલ કોલેજ (નિર્વાચન મંડળ)ના કુલ મતોની બહુમતી ન મળતાં યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (અમેરિકી પ્રતિનિધિ સભાગૃહ)ને અમેરિકાના બંધારણના બારમા સુધારા અનુસાર વિજેતા નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું.
  • ૧૯૧૯ – લેડી એસ્ટોર યુનાઇટેડ કિંગડમના હાઉસ ઓફ કોમન્સમાં બેઠક સંભાળનાર પ્રથમ મહિલા સંસદ સભ્ય બન્યા.
  • ૧૯૫૨ – ‘ન્યૂયોર્ક ડેઇલી ન્યુઝ’માં લિંગ પરિવર્તન શલ્યક્રિયાનો પહેલો ઉલ્લેખનીય કિસ્સો પ્રકાશિત થયો.
  • ૧૯૮૮ – સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઘોષણા કરવામાં આવી.
  • ૧૯૯૧ – શીત યુદ્ધ: યુક્રેનના મતદારોએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતા માટે જનમત સંગ્રહને મંજૂરી આપી.
  • ૧૮૮૫ – કાકાસાહેબ કાલેલકર, ગુજરાતી સાહિત્યકાર, નિબંધકાર અને પ્રવાસલેખક (અ. ૧૯૮૧)
  • ૧૯૫૦ – મંજુ બંસલ, ભારતીય જીવવિજ્ઞાની અને શિક્ષણવિદ્
  • ૧૯૬૦ – શિરીન એમ. રાય, ભારતીય મૂળના રાજકીય વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ્
  • ૧૯૬૩ – અર્જુન રણતુંગા, શ્રીલંકન ક્રિકેટર અને રાજકારણી
  • ૧૯૮૦ – મોહમ્મદ કૈફ, ભારતીય ક્રિકેટર
  • ૧૯૯૨ – ભાવના કંઠ, ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટો પૈકીની એક

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • વિશ્વ એઇડ્સ દિવસ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]