એપ્રિલ ૨૫

વિકિપીડિયામાંથી

૨૫ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

 • ૧૭૯૨ – હાઇવેમેન નિકોલસ જે. પેલેટિયર ગિલોટીન દ્વારા મૃત્યુદંદ આપવામાં આવેલી પ્રથમ વ્યક્તિ બન્યા.
 • ૧૭૯૨ – "લા માર્સિલેઇઝ" (ફ્રેન્ચ રાષ્ટ્રગીત), ક્લાઉડ જોસેફ રુઝટ ડી લિસ્લે દ્વારા રચવામાં આવ્યું.
 • ૧૯૦૧ – ન્યુયોર્ક અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં વાહનોની લાઇસન્સ પ્લેટ જરૂરી બનાવાઇ.
 • ૧૯૩૯ – બેટમેન (ચિત્રકથા) (Batman), નું પ્રકાશન કરાયું.
 • ૧૯૫૩ – 'ફ્રાન્સિસ ક્રિક'(Francis Crick) અને 'જેમ્સ ડી.વોટસન' (James D. Watson) દ્વારા ડીએનએ(DNA)નાં દ્વિ આવર્ત(double helix) બંધારણની શોધ પ્રસિધ્ધ કરાઇ.
 • ૧૯૫૪ – પ્રથમ વ્યવહારુ સૌર કોષ બેલ ટેલિફોન લેબોરેટરીઝ દ્વારા જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યો.
 • ૧૯૬૧ – 'રોબર્ટ નોયસ'(Robert Noyce)ને 'ઇન્ટિગ્રેટેડ સર્કિટ' (integrated circuit) માટેનાં સર્વહક્કો (patent) પ્રદાન કરાયા.
 • ૧૯૮૩ – 'પાયોનિયર-૧૦' અવકાશયાન યમની ભ્રમણકક્ષાને પાર કરી ગયું.
 • ૧૯૯૦ – અવકાશયાન 'ડિસ્કવરી' દ્વારા,'હબલ સ્પેશ ટેલિસ્કોપ'ને તેની ભ્રમણકક્ષામાં ગોઠવાયું.
 • ૨૦૦૩ – માનવ સંજનીન યોજના (Human Genome Project), ૨.૫ વર્ષ પછી અપેક્ષાકૃત રીતે સમાપ્ત થઇ.
 • ૨૦૦૫ – બલ્ગેરિયા અને રોમાનિયાયુરોપિયન સંઘમાં જોડાવા માટે પ્રવેશ સંધિઓ પર હસ્તાક્ષર કર્યા.

જન્મ[ફેરફાર કરો]

 • ૧૭૯૦ – ગંગા નારાયણ સિંહ, ભૂમિજ બળવાના નેતા, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૮૩૩)
 • ૧૮૭૪ – ગુલ્યેલ્મૉ માર્કોની, વાયરલેસ પ્રત્યાયનની ભેટ આપનાર નોબલ પારિતોષક વિજેતા. (અ. ૧૯૩૭)
 • ૧૯૧૫ – દીપચંદભાઇ ગાર્ડી

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]