ઓગસ્ટ ૧૯

વિકિપીડિયામાંથી

૧૯ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૫૭ – ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકાતામાં રૂપિયાનો પ્રથમ સિક્કો બહાર પાડ્યો.
  • ૧૯૧૯ – અફઘાનિસ્તાન યુ.કે.થી સંપૂર્ણ સ્વતંત્ર થયું.
  • ૧૯૩૪ – ૧૯૩૪ના જર્મન જનમત સંગ્રહમાં હિટલરની ફ્યુહરર (Führer) શીર્ષક સાથે રાષ્ટ્રપ્રમુખ તરીકે નિમણૂકને મંજૂરી આપી.
  • ૧૯૬૦ – સ્પુતનિક કાર્યક્રમ: સ્પુતનિક ૫ - સોવિયેત યુનિયને "બેલ્કા" અને "સ્ટ્રેલ્કા" નામક શ્વાનો, ૪૦ ઉંદર (mice), ૨ ઘુસ (rat) અને વિવિધ જાતની વનસ્પતિઓ સાથે ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૮૭ – એસ. સત્યમૂર્તિ, ભારતીય વકીલ અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૩)
  • ૧૯૦૪ – સરલા દેવી, ભારતીય સ્વતંત્રતા કાર્યકર, નારીવાદી, સામાજિક કાર્યકર, રાજકારણી અને લેખક (અ. ૧૯૮૬)
  • ૧૯૦૭ – હજારી પ્રસાદ દ્વિવેદી, ભારતીય ઇતિહાસકાર, લેખક અને વિદ્વાન (અ. ૧૯૭૯)
  • ૧૯૦૮ – વીર વિક્રમ કિશોર, ત્રિપુરા રજવાડાંના માણિક્ય વંશના મહારાજા (અ. ૧૯૪૭)
  • ૧૯૧૦ – સંત આલ્ફોન્સા, ભારતીય મૂળના પ્રથમ મહિલા નન એમને કેથોલિક ચર્ચ દ્વારા સંત તરીકે કેનોનાઇઝ કરવામાં આવ્યા (અ. ૧૯૪૬)
  • ૧૯૨૮ – શિવ પ્રસાદ સિંહ, ભારતીય હિન્દી લેખક (અ. ૧૯૯૮)
  • ૧૯૫૦ – સુધા મૂર્તિ, ભારતીય લેખક અને શિક્ષક, ઇન્ફોસિસ ફાઉન્ડેશનના વડા
  • ૧૯૬૬ – રઈશ મનીઆર, ગુજરાતી કવિ અને ગઝલકાર

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]