ડિસેમ્બર ૧૫
Appearance
૧૫ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૦૩ – ઇટાલિયન અમેરિકન ખાદ્ય વિક્રેતા ઇટાલો માર્ચિઓનીને આઇસ્ક્રીમ કોન બનાવતા મશીનની શોધ માટે યુ.એસ. પેટન્ટ મળી.
- ૧૯૧૪ – જાપાનના ક્યૂશુમાં મિત્સુબિશી હોજો કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ૬૮૭ વ્યક્તિઓનાં મોત થયાં.
- ૧૯૩૯ – ગોન વિથ ધ વિન્ડ (સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ) નું પ્રીમિયર એટલાન્ટા, જ્યોર્જિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં લોવના ગ્રાન્ડ થિયેટરમાં યોજાયું.
- ૧૯૬૦ – નેપાળના રાજા મહેન્દ્રે દેશનું બંધારણ સ્થગિત કર્યું, સંસદ ભંગ કરી, મંત્રીમંડળને બરતરફ કર્યું અને સીધું શાસન લાદ્યું.
- ૧૯૭૦ – સોવિયેત અવકાશયાન વેનેરા–૭ સફળતાપૂર્વક શુક્ર પર ઉતર્યું. તે બીજા ગ્રહ પર પ્રથમ સફળ ઉતરાણ છે.
- ૧૯૮૯ – ફાંસીની સજા નાબૂદ કરવા સંબંધિત નાગરિક અને રાજકીય અધિકારો પરના આંતરરાષ્ટ્રીય કરારનો બીજો વૈકલ્પિક પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો.
- ૧૯૯૭ – તાજિકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ ૩૧૮૩ સંયુક્ત આરબ અમીરાતના શારજાહ નજીક રણમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં ૮૫ના મોત થયા.
- ૨૦૦૦ – ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ત્રીજું રિએક્ટર બંધ કરવામાં આવ્યું.
- ૨૦૦૧ - પીઝાનો ઢળતો મિનારો સમારકામના ૧૧ વર્ષ પછી ફરી ખુલ્લો મૂકાયો. મિનારાના લાક્ષણિક ઝૂકાવને અસર કર્યા વિના તેને સ્થિર કરવા માટે ૨૭,૦૦૦,૦૦૦ ડોલર ખર્ચવામાં આવ્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૩૭ – નીરો, રોમન સમ્રાટ (અ. ૬૮)
- ૧૯૦૮ – સ્વામી રંગનાથાનંદ, ભારતીય સંત, વિદ્વાન અને લેખક (અ. ૨૦૦૫)
- ૧૯૭૬ – ભાઈચુંગ ભુટિયા, ભારતીય ફૂટબોલ ખેલાડી
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૫૦ – વલ્લભભાઈ પટેલ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન (જ. ૧૮૭૫)
- ૧૯૫૮ – વુલ્ફગૅંગ પાઉલી, અપવર્જનના નિયમની શોધ બદલ નોબૅલ પારિતોષિક મેળાવનાર ઓસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની (જ. ૧૯૦૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૧૨-૨૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર ડિસેમ્બર ૧૫ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.