જુલાઇ ૧

વિકિપીડિયામાંથી

૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૩ દિવસ બાકી રહે છે.

આ દિવસનો અંત, લિપ વર્ષમાં, બરાબર વર્ષનો મધ્યભાગ દર્શાવે છે. તે ઉપરાંત લિપ વર્ષમાં આ દિવસ અને વર્ષની શરૂઆતના દિવસ (જાન્યુઆરી ૧)નો વાર એકજ હોય છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૨૨ – એશિયા ખંડનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું દૈનિક વર્તમાનપત્ર મુંબઇ સમાચાર ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર મુંબઈથી પ્રકાશિત થયું.
  • ૧૮૫૦ – ગુજરાતના સુરત ખાતે એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી.
  • ૧૮૫૮ – 'લિનન સોસાયટી' (Linnean Society) સમક્ષ, ચાર્લ્સ ડાર્વિન અને 'આલ્ફ્રેડ રસલ વોલેસ' (Alfred Russel Wallace)નાં ઉત્ક્રાંતિ (Evolution) પરનાં શોધનિબંધોનું સંયુક્ત વાચન કરાયું.
  • ૧૮૬૨ – રુસી રાજ્ય પુસ્તકાલય મોસ્કો સાર્વજનિક સંગ્રહાલયના પુસ્તકાલય રૂપે સ્થાપિત કરાયું.
  • ૧૯૦૩ – પ્રથમ ટૂર ડી ફ્રાન્સ સાયકલ રેસની શરૂઆત.
  • ૧૯૦૮ – એસ.ઓ.એસ. (SOS) ને આંતરરાષ્ટ્રીય ભય સંકેત (Distress signal) તરીકે સ્વીકારાયો.
  • ૧૯૨૧ – 'ચાઇનિઝ કમ્યુનિસ્ટ પક્ષ'ની રચના કરાઇ.
  • ૧૯૨૩ – કેનેડાની સંસદે ચીનના તમામ ઇમિગ્રેશનને સ્થગિત કરી દીધા.
  • ૧૯૩૧ – વિલી પોસ્ટ અને હેરોલ્ડ ગેટી એકલ (સિંગલ) એન્જિનવાળા મોનોપ્લેન એરક્રાફ્ટમાં વિશ્વની પરિક્રમા કરનારાઓ પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૧૯૪૮ – મહમદ અલી ઝીણાએ પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક, 'સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન'નું ઉદ્ઘાટન કર્યું.
  • ૧૯૪૯ – ભારતના બે રજવાડાંઓ કોચીન અને ત્રાવણકોરનું ભારતીય સંઘમાં થિરુ-કોચી નામે (પાછળથી કેરળ તરીકે પુનઃસંગઠિત) વિલીનીકરણથી કોચીન શાહી પરિવારના ૧૦૦૦ વર્ષથી વધુ જૂના રાજાશાહી રજવાડાનો અંત આવ્યો.
  • ૧૯૫૭ – આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષની શરૂઆત કરાઇ. (International Geophysical Year).
  • ૧૯૬૦ – ઘાના પ્રજાસત્તાક બન્યું.
  • ૧૯૬૨ – રવાન્ડા અને બુરુન્ડીએ સ્વતંત્રતા ઘોષિત કરી.
  • ૧૯૬૩ – યુ.એસ. ટપાલ વિભાગે ઝીપ કોડ અમલમાં મૂક્યો.
  • ૧૯૬૬ – કેનેડામાં પ્રથમ રંગીન ટેલિવિઝન પ્રસારણ ટોરોન્ટોથી શરૂ કરવામાં આવ્યું.
  • ૧૯૭૨ – ઈંગ્લેન્ડમાં સૌ પ્રથમ સમલૈંગિક ગૌરવ કૂચ યોજાઈ.
  • ૧૯૭૬ – પોર્ટુગલે મદેઇરાને સ્વાયત્તતા આપી.
  • ૧૯૭૯ – 'સોની' કંપનીએ વોકમેન (Walkman) રજુ કર્યું. (નાનું ટેપરેકોર્ડર)
  • ૧૯૮૦ – "ઓ કેનેડા" સત્તાવાર રીતે કેનેડાનું રાષ્ટ્રગીત બન્યું.
  • ૧૯૯૭ – ચીને હોંગકોંગ પરના ૧૫૬ વર્ષ જૂના બ્રિટીશ સંસ્થાનવાદી શાસનનો અંત આણી તેના પર પોતાનું સાર્વભૌમત્ત્વ સ્થાપ્યું.
  • ૨૦૦૨ – આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતની સ્થાપના વ્યક્તિઓ પર નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ અપરાધો અને આક્રમણના ગુના માટે કેસ ચલાવવા માટે કરવામાં આવી.
  • ૨૦૦૩ – હોંગકોંગમાં રાજદ્રોહ વિરોધી કાયદો પસાર કરવાના પ્રયાસો સામે ૫,૦૦,૦૦૦થી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું.
  • ૨૦૦૭ – ઈંગ્લેન્ડમાં તમામ સાર્વજનિક જગ્યાઓ પર ધૂમ્રપાન નિષેધનો કાયદો અમલમાં મૂકાયો.
  • ૨૦૧૩ – ક્રોએશિયા યુરોપિયન યુનિયનનું ૨૮મું સભ્ય બન્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]