હરિપ્રસાદ ચૌરસિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

હરિપ્રસાદ ચૌરસિયા અથવા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા ભારત દેશના પ્રસિદ્ધ વાંસળી વાદક છે. હરિપ્રસાદ ચૌરસિયાને ભારત સરકાર દ્વારા ઈ. સ. ૧૯૯૨ના વર્ષમાં એમના સંગીતકલાના ક્ષેત્રમાં વિશિષ્ઠ યોગદાન બદલ પદ્મ ભૂષણ પુરસ્કાર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં નિવાસ કરે છે. હિંદી ચલચિત્ર જગતમાં જાણીતી સંગીતકાર બેલડી શિવ-હરિના હરિ એટલે જ હરિપ્રસાદ ચૌરસિયા. આ સંગીતકાર બેલડીએ સિલસિલા, ચાંદની, લમ્હેં, ડર, ફાંસલે, વિજય, સાહિબા જેવાં લોકપ્રિય નીવડેલાં હિંદી ચલચિત્રોમાં પોતાનું સંગીત પીરસ્યું છે. ઢાંચો:૧૯૯૨ પદ્મ ભૂષણ