વાંસળી
દેખાવ
વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે. વાંસળી કૃષ્ણ અને રાધાની પ્રેમ કથા અને ઇસ પૂર્વે ૧૦૦ની આસપાસના બુદ્ધ ચિત્રોમાં દર્શાવવામાં આવેલ છે. વાંસળી મોટાભાગે કૃષ્ણની રાસલીલા સાથે સાંકળવામાં આવે છે. તેમાં છ અથવા સાત કાણાંઓ હાથને મૂકવા માટે બનાવેલા હોય છે. વાંસળીની લંબાઇ ૧૨ થી શરુ થઇને ૪૦ ઇંચ સુધીની હોય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]

વાંસળી શબ્દનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી વાંસ વત્તા સુર માંથી ઉદ્ભવ્યો છે.
પન્નાલાલ ઘોષે (૧૯૧૧–૧૯૬૦) વાંસળીનો લોકસંગીતમાંથી શાસ્ત્રીય સંગીતમાં ઉપયોગ શરુ કર્યો.[૧] તેમણે લંબાઇ, કાણાંઓની સંખ્યા સાથે પ્રયોગો કર્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |