મધ્યમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મધ્યમભારતીય સંગીત શૈલીના સ્વરસપ્તક પૈકીનો ચતુર્થ સ્વર છે. આ સ્વરનો ઉચ્ચાર 'મ' છે. મધ્યમ સ્વરના શુદ્ધ મધ્યમ અને તીવ્ર મધ્યમ એમ બે પ્રકારો હોય છે. જ્યારે કોઇ મધ્યમ સ્વર તેની શુદ્ધ અવસ્થામાં હોય તો શુદ્ધ મધ્યમ કહેવાય છે પણ શુદ્ધતાથી ઉપર હોય ત્યારે તીવ્ર કે વિકૃત કહેવાય છે. આ પ્રકારના શુદ્ધ-અશુદ્ધ સ્વરો મધ્યમ હોય છે. અનેક રાગોમાં શુદ્ધની સાથે તીવ્ર મધ્યમ સ્વરો પણ હોય છે. હિંડોલ રાગમાં મધ્યમ સ્વર તેની શુદ્ધતાના માપદંડથી ઉપર અને તીવ્ર મધ્યમ પ્રકારનો હોય છે. રાગ યમન કલ્યાણમાં શુદ્ધ અને તીવ્ર બન્ને પ્રકારના મધ્યમ સ્વરો હોય છે. ભરતનાટ્યમમાં સાતેય રાગના ભાવ રસનું વર્ણન કરાયું છે તે મુજબ મધ્યમ સ્વર શોક અને કરુણ રસનો દ્યોતક છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]