ષડ્જ
Appearance
ષડ્જ એ ભારતીય સંગીત શૈલીના સ્વર સપ્તક પૈકીનો પ્રથમ સ્વર છે. આ સ્વર નો ઉચ્ચાર 'સા' છે. સંગીત શાસ્ત્ર મુજબ આ સ્વરનું ઉચ્ચારણ નાસિકા, કંઠ, ઉર, તાળવુ, જીભ અને દાંતના સંયુક્ત ઉપયોગથી થાય છે. સંસ્કૃત ભાષામાં તેનો અર્થ છ (૬) એવો થાય છે. આ માટે તેનું નામ ષડ્જ પડ્યું છે. ભરતનાટ્યમમાં સાતેય સ્વરોના ભાવ રસનું વર્ણન કરાયું છે તે મુજબ ષડ્જ સ્વર ઉત્સાહ અને વિસ્મય રસનો દ્યોતક છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ગુજરાત સમાચાર પર લેખમાં સાતેય સ્વરના ભાવ રસનું વર્ણન સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન પ્રાપ્ય:૧૬ ડિસેમ્બર ૨૦૧૫
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |