વીણા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વીણા (હિંદી:वीणा), (તેલુગુ: వీణ, કન્નડ: ವೀಣ-વીણા,ವೀಣೆ-વીણે, તમિલ: வீணை-વીણાઇ, வீணா-વિણા, મલયાલમ: വീണ) એ એક તાર વાદ્ય છે. વીણાના ઘણા પ્રકાર જોવા મળે છે. વીણા વાદકને વૈણિક અથવા વૈંણિકા કહેવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કાળક્રમે વીણાની રચનામાં ઘણા પરિવર્તનો જોવા મળે છે. વીણાના પ્રકારોમાં દક્ષિણ ભારતમાં જોવા મળતી એકતારી વીણા, ઉત્તર ભારતની રુદ્રવીણા અને વિચિત્રવીણા મુખ્ય છે. મહાન સંગીતકાર તાનસેનના શિષ્યોએ રુદ્રવીણાને પરિવાર માટે અનામત રાખી અને ગર્વથી તેને સરસ્વતી વીણા તરીકે ગણી હતી. વળી ઇ. સ. ૧૬૦૦ ની આસપાસ, દક્ષિણ ભારતના થાન્જાવુર નગરના કારીગરો દ્વારા કિન્નરી વીણામાંથી બનાવવામાં આવતી વીણા શરુઆતમાં તાનજોરી વીણા તરીકે ઓળખાતી હતી, પરંતુ કાળક્રમે તે સરસ્વતી વીણા તરીકે ગણાવા લાગી.