ઉપશાસ્ત્રીય સંગીત

વિકિપીડિયામાંથી

ઉપશાસ્ત્રીય સંગીતમાં શાસ્ત્રીય સંગીત તથા લોક સંગીત અથવા શાસ્ત્રીય સંગીત અને પૉપ સંગીત જેવા અન્ય લોકપ્રિય સંગીતનું મિશ્રણ હોય છે. આ સંગીતનો ઉપયોગ ફિલ્મો અને નાટકોમાં સંગીતને વધુ લોકપ્રિય બનાવવા અને વિશેષ પ્રભાવ ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે[સંદર્ભ આપો]. લોકગીતોમાં ધૃપદ, ધમાર, હોલી, ચેતી જેવા ઘણા પ્રકારો છે[૧]. જે પહેલા લોક સંગીત તરીકે પ્રકાશમાં આવ્યા અને બાદમાં તેનું શાસ્ત્રીયકરણ કરવામાં આવ્યું હતું. આના શાસ્ત્રીય રુપનું વિદ્વાનો પૂર્ણ રીતે પાલન કરે છે, લોક સંગીતમાં આજે પણ તેના શાસ્ત્રીય સ્વરુપને ગંભીરતાથી લીધા વગર સુંદરતાપૂર્વક પ્રસ્તુત કરવામાં આવે છે. આ પ્રકારના મિશ્રણને ઉપશાસ્ત્રીય સંગીત કહેવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ચૈતન્ય કુંતે (Chaitanya Kunte). "Thumri, Dadra and other semi-classical forms in Indian Music". Swarganga Music Foundation. મૂળ સંગ્રહિત માંથી 2015-12-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૫.