લોકગીત

વિકિપીડિયામાંથી

લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટા ભાગે તો અલગ અલગ સમયાંતરે લોકસમાજને અસરકર્તા કે યાદગીરીરૂપ બનેલ ઘટનાઓને આ ગીતોમાં વણી લેવામાં આવેલ હોય છે. અમુક લોકગીતોનાં રચનાકારનો સંદર્ભ મળતો હોય છે,પરંતુ મોટાભાગનાં લોકગીતોનાં રચનાકાર, કાં તો અનામિ હોય છે કે સમયાંતરે તેમાં ઘણાં લોકોનો સહયોગ મળેલો હોય છે. અમુક ગીતો તમામ ભાષાવાસીઓમાં, તો અમુક નાના નાના પ્રદેશો પુરતા પ્રસિદ્ધ હોઇ શકે છે.

ગુજરાતી ભાષાનાં સાહિત્યમાં પણ લોકગીતોનો અનેરો ફાળો રહેલો છે. ગુજરાતનાં વિવિધ પ્રદેશોમાં ઘણાં પોતીકા લોકગીતો હોય છે. જે અમુક પ્રસંગ કે જીવનશૈલીને ઉજાગર કરે છે.

દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં તેના પોતીકા લોકગીતો હોય છે.