રાધા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રાધાકૃષ્ણ ભગવાનની અંતરંગા શક્તિ છે. રાધા રાણીનો અવતરણ દિવસ રાધાષ્ટમી (ભાદરવા સુદ આઠમ) છે. શ્રીમદ્ ભાગવતમ્ માં રાધાનો કોઇ ઉલ્લેખ નથી. પણ બ્રહ્મવૈવર્ત પુરાણ , દેવી ભાગવત, ગર્ગ સંહિતા વગેરેમાં રાધાનું વર્ણન મળે છે. આ પુરાણોમાં રાધાનો જન્મ અને તેના જીવન સંબંધમાં જુદી જુદી કથાઓ આપેલી છે. શ્રીકૃષ્ણની સાથે રાધા રાણીનો વિવાહ થયો હતો, ગર્ગ સંહિતા વગેરે કેટલાક ગ્રંથોમાં વિવાહની કથા આપવામાં આવેલી છે.