રાધાષ્ટમી
Appearance
રાધાષ્ટમી | |
---|---|
માયાપુર ચંદ્રોદય મંદિર (ઇસ્કોન)માં રાધા-માધવના શ્રીવિગ્રહ | |
આધિકારિક નામ | રાધાષ્ટમી, રાધા-અષ્ટમી |
અનુયાયી | વૈષ્ણવ સંપ્રદાય |
પ્રકાર | ધાર્મિક |
મહત્વ | કૃષ્ણની પરમસખી રાધાનો જન્મ દિવસ |
તિથિ | ભાદરવા સુદ આઠમ |
ઉજવણી | વિવિધ પ્રકારે, ખાસ કરીને ઉપવાસ અને વિશેષ ભોજન કરીને |
ઉદેશ્ય | રાધાની કૃપા પ્રાપ્ત કરીને કૃષ્ણની સમીપ પહોંચવાનો કે રાધા થકી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવાનો |
રાધાષ્ટમી કે રાધાઅષ્ટમી એટલે ભાદરવા સુદ આઠમ. ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય સખી રાધાનો જન્મ આ દિવસે થયો હોવાનું મનાય છે અને માટે આ દિવસને રાધાની જન્મજયંતિરૂપે મનાવવામાં આવે છે. જે સંપ્રદાયોમાં રાધાને વિશેષ સ્થાન આપવામાં આવે છે, જેવાકે પુષ્ટિમાર્ગ અને ગૌડિય વૈષ્ણવ સંપ્રદાય, તેમાં રાધાષ્ટમી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ગૌડિય વૈષ્ણવ સંપ્રદાયની શાખા ઇસ્કોનમાં આજના દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખવામાં આવે છે. ઇસ્કોનના મંદિરોમાં રાધા-કૃષ્ણની મૂર્તિઓ હોય ત્યાં રાધાનો શણગાર એવી રીતે કરવામાં આવતો હોય છે કે તેના ચરણ (પગ) દેખાય નહિ. પરંતુ રાધાષ્ટમીના દિવસે (આખો દિવસ કે અમુક સમય માટે) રાધાના ચરણના દર્શન થાય એવી રીતે તેનો શણગાર થાય છે. આ દર્શન તે રાધાષ્ટમીના વિશેષ દર્શન છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |