ઇસ્કોન મંદિર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ
ઇસ્કોન મંદિર, અમદાવાદ

ઇસ્કોન મંદિર; હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ

ઇસ્કોન મંદિર, કે જે હરે કૃષ્ણ મંદિર તરીકે પણ જાણીતું છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા ૧૭મી એપ્રિલ ૧૯૯૭ ના રોજ રામ નવમીના પવિત્ર દિવસે કરવામાં આવી હતી. ત્યારથી આ મંદિર અમદાવાદ શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિરનુ ખરૂં નામ તો શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ છે. મંદિરનું ગર્ભગૃહ ૩ ખંડોમાં વહેચાયેલું છે, જેમાં પ્રથમ ગર્ભગૃહમાં શ્રી શ્રી ગૌર નિતાઇ (શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ), શ્રીલ પ્રભુપાદ અને તેમના ગુરૂ મહારાજ ભક્તિસિદ્ધાંત સરસ્વતીના વિગ્રહો છે, બીજુ અને મંદિરનું મુખ્ય ગર્ભગૃહ શ્રી શ્રી રાધા ગોવિંદજી, શ્રી શ્રીનાથજી અને શ્રી શ્રી પ્રહ્લાદ-નરસિંહ થી શોભે છે અને ત્રીજા ગર્ભગૃહમાં શ્રી શ્રી સીતા-રામ, લક્ષ્મણ અને હનુમાન બીરાજે છે. મંદિર શિલ્પ અને સ્થાપત્ય કલાનાં નમુના રૂપ છે, જેમાં મુખ્ય મંડપનાં ગુંબજમાં શ્રી કૃષ્ણ રાસલીલાનું આલેખન વિશેષ ધ્યાન ખેંચે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઇસ્કોન (આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ)- ISKCON (International Society for Krishna Conciousness)ની સ્થાપના ઇ.સ. ૧૯૬૬માં ન્યૂયોર્ક શહેરમાં એ.સી. ભક્તિ વેદાંત સ્વામિએ કરી જે તેમના અનુયાયીઓને કારણે લોકોમાં શ્રીલ પ્રભુપાદ તરીકે જાણીતા છે. શ્રીલ પ્રભુપાદ મૂળ કલકત્તા શહેરના વતની હતા. એમણે તેમની પાછલી ઉંમરે પોતાના ગુરૂની આજ્ઞા પાલન કરવા માટે વિદેશ પ્રયાણ કર્યું અને અમે‍રિકામાં શરૂઆતમાં થોડા ગોરા ભક્તો બનાવ્યા. તે સમયે પાશ્ચાત્ય જગતમાં હીપ્પી સંસ્કૃતિ ફેલાઇ રહી હતી, જેને કારણે ઘણા લોકોએ શ્રીલ પ્રભુપાદના આ હરે કૃષ્ણ આંદોલનને હીપ્પી ચળવળનો ભાગ સમજ્યું અને આ ગેર માન્યતાને વધુ વાચા આપી તે સમયે બનેલા એક હિન્દી ચલચિત્રના 'દમ મારો દમ ....' ગીતે.

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

અમદાવાદમાં ઇસ્કોનની શરૂઆત ૧૯૭૦ના દાયકાથી થઇ, જે દરિયાપુરમાં એક ઘરમાં શ્રી જશોમતિનંદન દાસ દ્વારા કરવામાં આવી હતી. શ્રી જશોમતિનંદન દાસ સુરત શહેરના વતની છે, જેઓ ભારતમાં ઇજનેરીનો અભ્યાસ કરી, અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા હતા અને ત્યાં જ તેઓ શ્રીલ પ્રભુપાદના સંપર્કમાં આવ્યા અને તેમના અનુયાયી બન્યા. તેઓ ગુજરાતી હોવાને નાતે તેમના ગુરુ મહારાજે તેમને ગુજરાતમાં કૃષ્ણ નામનો પ્રચાર કરવા કહ્યું અને અમદાવાદને તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું. હાલમાં જે મંદિર છે તે પહેલાં ઇસ્કોનનાં કેન્દ્રો દરિયાપૂર, ઓઢવ, આશ્રમ રોડ અને હાલના મંદિરની પાછળના ભાગે આવેલા સાદા મકાન (જ્યાં હજુ પણ શ્રી શ્રી ગૌર નિતાઇના કાષ્ઠ વિગ્રહો બીરાજે છે)માં ચાલતા હતા.

ગુજરાતમાં ઇસ્કોનના (કેન્દ્રો) મંદિરો[ફેરફાર કરો]

  • અમદાવાદ - શ્રી શ્રી રાધાગોવિંદ ધામ, રાજપથ ક્લબ હાઈવે, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૧
  • ભાડજ (તા. દસ્ક્રોઇ),અમદાવાદ- હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજ ની સામે,ભાડજ-રણછોડપુરા રોડ, સાયન્સ સિટી પાસે, અમદાવાદ-૩૮૨૧૧૫
  • દ્વારકા - હરે કૃષ્ણ મંદિર, ભારતીય ભુવન, દેવી ભુવન રોડ, તીન બત્તી ચોક પાસે, દ્વારકા-૩૬૧ ૩૩૫
  • વડોદરા - હરે કૃષ્ણ મંદિર, હરિનગર પાણીની ટાંકી પાસે, ગોત્રી રોડ, વડોદરા-૩૯૦ ૦૨૧
  • વલ્લભ વિદ્યાનગર - શ્રી શ્રી રાધા ગિરિધારી મંદિર, પોલીટેકનીક કોલેજની સામે,વલ્લભ વિદ્યાનગર
  • સુરત - શ્રી શ્રી રાધાકૃષ્ણ મંદિર, રાંદેર રોડ, જહાંગીરપુરા, સુરત-૩૯૫ ૦૦૫
  • રાજકોટ - શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, કંકોટ પાટીયાની સામે, કલાવાડ રોડ, મોટા માવા, રાજકોટ

પ્રવૃત્તિ[ફેરફાર કરો]