અમદાવાદ શેર બજાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જૂના શેરબજારની ઇમારત પરનું જૂનું નામ

અમદાવાદ શેર બજાર અથવા ASEઅમદાવાદમાં આવેલું ભારતનું બીજા ક્રમનું સૌથી જૂનું શેર બજાર છે. તે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ ૧૯૫૬ હેઠળનું સ્થાયી શેર બજાર છે. આ શેરબજારનું ચિહ્ન સ્વસ્તિક છે, જે હિંદુ ધર્મમાં સંપત્તિ અને સુખકારીનું ચિહ્ન છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

માણેક ચોકમાં આવેલી જૂના શેર બજારની ઇમારત

શેર બજારની સ્થાપના જાહેર સખાવત ટ્રસ્ટ તરીકે ૧૮૯૪માં મુંબઇ શેરબજાર ‍(બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ની સ્થાપના ‍(૧૮૭૫) પછી થઇ હતી. પહેલાં શેર બજાર બોમ્બે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ એક્ટ, ૧૯૨૫ હેઠળ કામ કરતું હતું. સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન્સ એક્ટ, ૧૯૫૬ના પસાર થયા પછી ધ ગુજરાત શેર & સ્ટોક એક્સચેન્જ, ઇન્ડિયન શેર એન્ડ જનરલ એક્સચેન્જ એશોસિએશન અને બોમ્બે શેર એન્ડ સ્ટોક એક્સચેન્જ, શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનનું અમદાવાદ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનમાં જોડાણ થયું અને હાલનું ASE બન્યું.

ઇમારત[ફેરફાર કરો]

અમદાવાદ શેર બજારની ઐતહાસિક ઇમારત

અમદાવાદ શેર બજારની સ્થાપના ૧૮૯૪માં થઇ હતી. તે મુંબઇ શેર બજાર પછીનું સૌથી જૂનું શેર બજાર છે. ૧૯૯૬ સુધી અમદાવાદ શેરબજાર આ ઇમારતમાં ચાલતું હતું અને આ ઇમારત ૯૩ વર્ષનો વારસો અને બ્રિટિશ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.[૧][૨][૩][૪]

આધુનિકીકરણ[ફેરફાર કરો]

ડિસેમ્બર ૧૨, ૧૯૯૬માં શેર બજાર જાહેર બન્યું. શરૂઆતમાં ASE માં IBMની સિસ્ટમનો ઉપયોગ થતો હતો. જૂન ૧૯૯૯થી ASE અમદાવાદ સ્ટોક એક્સચેન્જ ઓનલાઇન ટ્રેડિંગ સિસ્ટમ (ASETS) નો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ ટાટા કનસલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ASE માટે બનાવવામાં આવી છે. ASE ના સભ્યો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં IBOSS નામની પદ્ધતિનો ઉપયોગ કરીને પણ વેપાર કરી શકે છે. હાલમાં આ શેર બજારમાં ૩૩૩ નોંધણી કરેલા સભ્યો છે.

કાર્યભારી સભ્યો[ફેરફાર કરો]

ASE ના કાર્યભારી સભ્યોમાં ચૂંટેલા ડિરેક્ટરો તેમજ સેબી (SEBI) દ્વારા નિયુક્ત સભ્યોનો સમાવેશ થાય છે. આ સભ્યો દર ૧૫ દિવસે મળે છે અને શેર બજારની કાર્યવાહી ચકાસે છે. એક્ઝ્યુકેટિવ ડિરેક્ટર ASE ના સંચાલન વડા છે.

 • પી. કે. ઘોષ - બિન-સભ્ય ડિરેક્ટર
 • બાબુભાઇ પી. પટેલ - બિન-સભ્ય ડિરેક્ટર
 • યોગેશ દોશિત - બિન-સભ્ય ડિરેક્ટર
 • અશોક છાજેડ - બિન-સભ્ય ડિરેક્ટર
 • વિજય રાંચન - બિન-સભ્ય ડિરેક્ટર
 • મનીષ ભટ્ટ - બિન-સભ્ય ડિરેક્ટર
 • એન. કે. ભોલા - સેબી નામાંકિત
 • જી. એચ. દલાલ - સભ્ય ડિરેક્ટર
 • અનિલ શાહ - સભ્ય ડિરેક્ટર
 • વી. વી. રાવ - એક્યુકેટિવ ડિરેક્ટર

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Old stock exchange building at Manek Chowk to be sold". The Times of India. Ahmedabad. TNN. ૬ જૂન ૨૦૧૨. Retrieved ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. Dhomse, Himansh (૭ જુલાઇ ૨૦૧૨). "Veterans rue loss of Ahmedabad's Manekchowk building". Daily News and Analysis. DNA. Retrieved ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. Soni, Nikunj (૨૦ ફેબ્રુઆરી ૨૦૧૧). "Heritage lovers root for Ahmedabad Stock Exchange's Manekchowk building". Daily News and Analysis. DNA. Retrieved ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. Ruturaj Jadav and Mehul Jani (૫ ફેબ્રુઆરી ૨૦૧૦). "Amdavad's First Pol". Ahmedabad Mirror. AM. Retrieved ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]