ગુજરાત કૉલેજ

વિકિપીડિયામાંથી
કોલેજનું મકાન

ગુજરાત કૉલેજ અથવા ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ એ ભારતની સૌથી જૂની આધુનિક શિક્ષણ સંસ્થાઓ પૈકી એક છે. ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદના એલિસ બ્રિજ, પાસે આવેલી આ કૉલેજ ગુજરાતની બીજી આર્ટ્સ અને વિજ્ઞાન કૉલેજ છે. આ સંસ્થાની સ્થાપના ૧૮૪૫માં સરકારી શૈક્ષણિક સંસ્થા તરીકે થઈ હતી. ઈ. સ. ૧૮૫૦ માં આને નિયમિત કૉલેજમાં ફેરવી દેવામાં આવી અને હવે તે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સીધા સંચાલન હેઠળ છે.[૧] [૨] [૩] [૪] [૫] [૬] [૭] [૬]

ઇતિહાસ[ફેરફાર કરો]

ટી. સી. હોપ [૩]ના પ્રયત્નોને લીધે ગુજરાત કૉલેજ, એક નાની શૈક્ષણિક સંસ્થા તરીકે શરૂ થઈ હતી[૧] [૩] તેમણે સ્થાનિક લોકોને દાન માટે પ્રેરણા આપી અને આ સંસ્થાની શરૂઆત થઈ. [૬] [૮] આ સંસ્થાની સ્થાપના ૧૮૬૦ માં ગુજરાત પ્રોવિડેન્શિયલ કૉલેજ તરીકે થઈ હતી પરંતુ આ કૉલેજે ૧૮૭૨ માં કામ કરવાનું બંધ કરી દીધું. જો કે, પાંચ વર્ષના ગાળા પછી ૧૮૭૯ માં ગુજરાત કૉલેજ કમિટીના સંચાલન હેઠળ તેને ફરીથી શરૂ કરવામાં આવી. તે સમયે આ કમિટી સ્થાનિક કાપડના મોટા ઉદ્યોગપતિ, રાય બહાદુર શેઠ રણછોડલાલ છોટાલાલના નેતૃત્વ હેઠળ હતી. [૯] [૧૦] [૧૧] પાછળથી તેમના પૌત્ર અને દાનવીર સરદાર સર ચિનુભાઈ માધવલાલ બર્ટ, આઈ. સી. ઈ. એ આગળ આવી ૧૮૯૭માં ગુજરાત કૉલેજના વિસ્તરણ માટે લાખો રૂપિયાના ઉદાર રોકડ દાન સાથે ૩૩ એકર જમીન દાનમાં આપી. વર્ષ ૧૮૯૭ માં, તેમણે ૬ lakh (US$૭,૯૦૦) અને વધુ ૨૦ lakh (US$૨૬,૦૦૦) આર્ટ્સ કોલેજના બાંધકામ માટે [૧૨] તથા ૧.૫ lakh (US$૨,૦૦૦) ની રકમ પુસ્તકાલય અને કોલેજ હોલ માટે દાનમાં આપ્યા. આ દાનથી જે ઇમારતો બંધાવાઈ આ પ્રમાણે છે: સર ચિનુભાઈના પિતાના નામ માધવલાલ રણછોડલાલ સાયન્સ ઇન્સ્ટીટ્યુશન, સિડનહામ લાઇબ્રેરી અને જ્યોર્જ વી હોલ. તેમનું ઉદ્‌ઘાટન અનુક્રમે ૧૯૧૨, ૧૯૧૫ અને ૧૯૧૭ માં લોર્ડ જ્યોર્જ સિડનહામ ક્લાર્કે કર્યું હતું. તે સમયે અમદાવાદ પાલિકાના પ્રમુખ, એન્જિનિયર રાય બહાદુર હિંમતલાલ ધીરજરામ ભચેચે, કોલેજના મકાનોના નિર્માણની દેખરેખ રાખી હતી. કૉલેજનું પ્રથમ મકાન વર્ષ ૧૮૯૭ માં બંધાયું ત્યાર બાદ સર ચુનીલાલ માધવલાલ બર્ટ, ICE, ના ૧૦ lakh (US$૧૩,૦૦૦)ના દાન વડે તે જમીન પર વધુ ઇમારતો બાંધવામાં આવી.[૨]

ભારતની આઝાદી પછી, કૉલેજનું વિસ્તરણ ચાલુ રહ્યું અને ૧૯૪૮માં ન્યુ સાયન્સ બિલ્ડિંગ, ૧૯૬૫માં માં ટ્યુટોરિયલ બિલ્ડિંગ અને ૧૯૬૫ માં સાયન્સ વર્કશોપ્સ બંધાવવામાં આવ્યા. નાટ્ય વિભાગની સ્થાપના ૧૯૭૦-૭૧ માં થઈ હતી.

વર્તમાન સ્થિતિ[ફેરફાર કરો]

આ કૉલેજમાં આર્ટ્સ (કલા), સાયન્સ (વિજ્ઞાન) અને નાટ્ય કળાનો સંપૂર્ણ સમયનો ડિગ્રી (પદવી)નો અભ્યાસક્રમ ચાલે છે. સંસ્થા ઘણા અનુસ્નાતક (અંડરગ્રેજ્યુએટ) અભ્યાસક્રમો પણ ચલાવે છે.

રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ કૉલેજ અને યુનિવર્સિટીઓનાં કમિશનર દ્વારા આ સંસ્થાનું સંચાલન કરવામાં આવે છે.

જોડાણ[ફેરફાર કરો]

આ કૉલેજને મુંબઈ વિશ્વવિદ્યાલયથી જોડાણની પરવાનગી માર્ચ ૧૮૭૯ માં આપવામાં આવી.[૬] [૮] બાદમાં જ્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી ત્યારે તેણે ગુજરાત કૉલેજ સાથે જોડાણ કર્યું અને ત્યારબાદથી આ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે.

ભારતીય સ્વતંત્રતા ચળવળ[ફેરફાર કરો]

મહાત્મા ગાંધીએ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ ના દિવસે વી. જે. પટેલના અધ્યક્ષપદ હેઠળ ગુજરાત કૉલેજ કેમ્પસ ખાતે ઐતિહાસિક સભા ભરી હતી જેમાં તેમણે ભારતીયો પર બ્રિટિશ શાસન દ્વારા કરવામાં આવેલા અત્યાચારનું વિગતવાર વર્ણન આપીને વિદ્યાર્થીઓને અસહકાર ચળવળમાં જોડાવા કહ્યું હતું. આના પગલે ઘણા પ્રૉફેસરો અને વિદ્યાર્થીઓએ કોલેજ છોડી દીધી, કારણ કે તે સરકાર સંચાલિત સંસ્થા હતી અને તેઓ ૧૯૨૦ માં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. [૧૩]

૧૯૪૨ માં ભારત છોડો આંદોલન દરમિયાન, કૉલેજના ઘણા વિદ્યાર્થીઓએ એક રેલી યોજીને ભાગ લીધો હતો અને બ્રિટિશ સત્તા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પરિણામે ૧૦ ઑગસ્ટ ૧૯૪૨ ના દિવસે કૉલેજના પરિસરમાં વિનોદ કિનારીવાલા પર અંગ્રેજ પોલીસ દ્વારા ગોળી છોડવામાં આવી અને તેઓ મૃત્યુ પામ્યા હતા. બાદમાં, ૧૯૪૭ માં, વીર વિનોદ કિનારીવાલા સ્મારકનું ઉદ્‌ઘાટન જયપ્રકાશ નારાયણ દ્વારા કૉલેજ પરિસરમાં તેમની શહાદતની યાદમાં કરવામાં આવ્યું હતું.[૧૪]

ભૂતપૂર્વ વિદ્યાર્થી[ફેરફાર કરો]

પ્રાધ્યાપકો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Ahmedabad, Being a Compilation of Articles Contributed by Rotarians and Others on Various Subjects Prominently Bringing Out Many Interesting Details Pertaining to and Connected with the City. Rotary Club of Ahmedabad. 1940. પૃષ્ઠ 54,59,103.
 2. ૨.૦ ૨.૧ The Gujarat Government Gazette, 1962 - Page 1195
 3. ૩.૦ ૩.૧ ૩.૨ Gujarat State Gazetteer, Volume 2 by U.M. Chokshi, M.R. Trivedi. Director, Government Print., Stationery and Publications, Gujarat State. 1991.
 4. Imperial gazetteer of India ... - Volume 2
 5. Cultural history of Gujarat: from early times to pre-British period by Mañjulāla Raṇachoḍalāla Majamudāra - 1965 - Page 100
 6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ A review of education in Bombay State, 1855-1955: a volume in commemoration of the centenary of the Dept. of Education, Bombay. Bombay (India : State). Education Dept. 1958. પૃષ્ઠ 238,259.
 7. Cultural history of Gujarat: from early times to pre-British period by Mañjulāla Raṇachoḍalāla Majamudāra - 1965 - Page 100
 8. ૮.૦ ૮.૧ Speeches of President Giani Zail Singh: 1982-1984. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. 1987. પૃષ્ઠ 135.
 9. Women in India's freedom struggle by Nawaz B. Mody|Allied Publishers, 2000|pp-128
 10. Mridula Sarabhai: rebel with a cause by Aparna Basue 1965 - Page 14
 11. Gandhinagar: building national identity in postcolonial India By Ravi Kalia page 52
 12. The Bombay University Calendar. University of Bombay. 1929. પૃષ્ઠ 18.
 13. Gandhi and the Mass Movements. પૃષ્ઠ 13, 20–21, 30–33.
 14. "Tributes to Quit India Movement martyrs:". Times of India. 17 February 2013. મૂળ માંથી 11 April 2013 પર સંગ્રહિત. મેળવેલ 2 April 2013.
 15. Business World, Volume 7. Ananda Bazar Patrika Limited. 1987. પૃષ્ઠ 44.
 16. Modern Gujarati Poetry: A Selection by Rita Kothari. 1998. પૃષ્ઠ 82, 85.
 17. "I enjoy acting: Disha Vakani". Mumbai Mirror. 30 December 2011. મેળવેલ 14 May 2013.
 18. "Problem of City expansion: The answer lies elsewhere: J. B. SANDIL". મૂળ માંથી 2022-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-30.
 19. Encyclopaedia of Indian Literature: sasay to zorgot, Volume 5. 4312. Check date values in: |year= (મદદ)
 20. Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 edited by Amaresh Datta. પૃષ્ઠ 1004.

બાહ્ય કડી[ફેરફાર કરો]