લખાણ પર જાઓ

અંબાલાલ સારાભાઈ

વિકિપીડિયામાંથી
અંબાલાલ સારાભાઈ
અંબાલાલ તેમની સંગીતકાર પુત્રી ગીતા સારાભાઈ સાથે ૧૯૫૨માં
જન્મની વિગત(1890-02-23)February 23, 1890
મૃત્યુJuly 13, 1967(1967-07-13) (ઉંમર 77)

અંબાલાલ સારાભાઈ (૧૮૯૦–૧૯૬૭) અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ હતા અને તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ સારાભાઇ ગ્રુપ ઓફ કંપનીના સ્થાપક હતા જેમાં સારાભાઇ ટેક્સટાઇલ્સ, કેલિકો ટેક્સટાઇલ મિલ, સારાભાઇ કેમિકલ્સ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.[૧]

તેમણે અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે શિક્ષણ મેળવ્યું અને કૌટુંબિક વ્યવસાયમાં કરમચંદ પ્રેમચંદ પ્રા. લિ. માં જોડાયા. તેઓ વડોદરાની સારાભાઇ કેમિકલ્સના માલિક હતા જે કંપની રસાયણો અને દવાઓનું ઉત્પાદન કરતી હતી. તેઓ ૧૯૧૮-૧૯૧૯ દરમિયાન અમદાવાદ મિલઓનર્સ એશોશિએશનના પ્રમુખ હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય પણ હતા. બ્રિટિશ સરકાર તરફથી તેમને કૈસર-એ-હિંદનો ઇકલાબ મળ્યો હતો, જે તેમણે પાછો આપી દીધો હતો. અમદાવાદમાં આઝાદીની ચળવળને તેમણે અને નાણાંકીય ટેકો પૂરો પાડ્યો હતો.

અંબાલાલ સારાભાઈ મહાત્મા ગાંધીના અનુયાયી હતા અને ૧૯૧૬થી જ્યારે મહાત્મા ગાંધીએ મોટાપાયે આઝાદીની ચળવળ શરૂ પણ નહોતી કરી ત્યારથી તેમને ટેકો આપ્યો હતો. ગાંધીજીનો સાબરમતી આશ્રમ તેના શરૂઆતી વર્ષોમાં સારાભાઇએ દાનમાં આપેલી સહાય થી ચાલ્યો હતો.[૧]

૧૯૧૦માં તેમનાં લગ્ન સરલાદેવી સાથે થયા હતા અને તેમને આઠ સંતાનો હતા. તેમાંના એક વિક્રમ સારાભાઈ ભૌતિકવિજ્ઞાની બન્યા અને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે. તેમની સૌથી મોટી પુત્રી મૃદુલા સારાભાઈએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમની બીજી એક પુત્રી લીના સારાભાઇએ શ્રેયસ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી જેનો હેતુ અનાથ અને અપૂરતી સહાય મળેલા બાળકોને શિક્ષણ આપવાનો છે. તેમના એક પુત્ર ગૌતમ સારાભાઇ ઉદ્યોગપતિ હતા.

અંબાલાલ સારાભાઇ ફાઉન્ડશન તેમના દ્વારા સ્થાપેલ ટ્રસ્ટ છે જે વડોદરાના રેસ કોર્સ રોડ પર જાણીતું ચિકિત્સાલય ચલાવે છે.[૨] અંબાલાલ સારાભાઈ ફાઉન્ડેશન ફો હેલ્થ, એજ્યુકેશન & વેલ્ફેર અને અંબાલાલ સારાભાઈ ટ્રસ્ટ તેમના દ્વારા સ્થાપેયલ બીજાં ટ્રસ્ટ છે, જે તેમના પછીની પેઢી સંભાળે છે. આ ટ્રસ્ટ ઘણી શાળાઓ, ચિકિત્સાલયો, દવાખાનાંઓ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ચલાવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ [૧] Born to dance By Harriet Ronken Lynton,pg 51
  2. "Ambalal Sarabhai Foundation". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-20.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]