રમણભાઈ નીલકંઠ

વિકિપીડિયામાંથી
રાય બહાદુર સર

રમણભાઈ નીલકંઠ
જન્મ(1868-03-13)March 13, 1868
અમદાવાદ
મૃત્યુMarch 6, 1928(1928-03-06) (ઉંમર 59)
અમદાવાદ
વ્યવસાયલેખક, જજ, વકીલ
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ., એલ.એલ.બી.
નોંધપાત્ર સર્જનો
નોંધપાત્ર પુરસ્કારોનાઇટહુડ (૧૯૨૭)
સાથીહંસવદન, વિદ્યાગૌરી
સંતાનોવિનોદિની નીલકંઠ, સરોજીની મહેતા
સંબંધીઓમહીપતરામ રૂપરામ નીલકંઠ ‍‍(પિતા),
રૂપકુંવરબા (માતા)

રમણભાઈ મહીપતરામ નીલકંઠ ગુજરાતી ભાષાની ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્યલેખકોને અપાય છે.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૩ માર્ચ ૧૮૬૮ નાં રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ, તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઇમાં આગળ અભ્યાસ કર્યો હતો. ઇ.સ. ૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ. ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી. તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ નાની ઉંમરે મૃત્યુ થવાને કારણે તેમણે બીજાં લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે ઇ.સ. ૧૮૮૭ના વર્ષમાં કર્યાં હતા.

૬ માર્ચ ૧૯૨૮ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.

તેમની દિકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમ જ સાહિત્યકાર થયા હતા.[૨] બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે.[૩]

કારકિર્દી[ફેરફાર કરો]

લેખક હોવાની સાથે સાથે, શરુઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા અને ત્યારબાદ શિરસ્તેદાર અને આગળ વધતા ગોધરા ખાતે જજ તરીકે સેવા બજાવી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી. ૧૯૨૩માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા. ૧૯૨૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા.[૨]

સર્જન[ફેરફાર કરો]

તેમની પ્રધાન કૃતિઓમાં ભદ્રંભદ્ર, શોધમાં જેવી નવલકથાઓ, રાઈનો પર્વત નામે નાટક, વિદ્યાબેન સાથે હાસ્યમંદિર (૧૯૧૫) જેવા હળવા નિબંધો; વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના (૧૯૦૩), વિવાહવિધિ (૧૮૮૯) જેવાં ઇતિહાસ-સંસ્કાર આલેખતાં પુ્સ્તકો, સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન જેવા વિવેચનો, વાર્તાઓ, કાવ્યો, હાસ્ય નિબંધો, ધર્મ અને સમાજ જેવા ચિંતન ગ્રંથો ગુજરાતી ભાષાને આપ્યા છે. કવિતા અને સાહિત્ય (૧૯૨૬) ચાર ગ્રંથોનો સંગ્રહ છે.[૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Tarak Mehta gets an award from Gujarat Government=૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭". INDIA NEW ENGLAND NEWS. મૂળ માંથી 2017-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2017-10-05.
  2. ૨.૦ ૨.૧ "રમણભાઈ નીલકંઠ (Ramanbhai Nilkanth)". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭.
  3. John, Paul (૮ ડિસેમ્બર ૨૦૧૩). "The itchy feet gene". The Times of India. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭.
  4. Das, Sisir Kumar (૧૯૯૧). History of Indian Literature: 1911-1956, Struggle for Freedom : Triumph and Tragedy. Sahitya Akademi. ISBN 978-81-7201-798-9.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]