ભદ્રંભદ્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભદ્રંભદ્રરમણભાઈ નીલકંઠની ગુજરાતી ભાષાની એક હાસ્ય નવલકથા છે. આ નવલકથા સૌપ્રથમ માસિક પત્ર 'જ્ઞાનસુધા'માં ધારાવાહિક સ્વરૂપે છપાયેલી અને પછી સળંગ નવલકથા તરીકે બહાર પડેલી.

કથા[ફેરફાર કરો]

ભદ્રંભદ્ર નાટકની ભજવણી એચ. કે. આર્ટસ્ કૉલેજ, અમદાવાદ ખાતે, ૧ સપ્ટેમ્બર ૨૦૧૮

સર્વાન્તીસની કૃતિ ડૉન કિહોટેને અનુલક્ષીને અંબારામ અને ભદ્રંભદ્ર જેવા બે હાસ્યપાત્રોને કેન્દ્રમાં રાખી આ કથા વિકસી છે. એનું નિરૂપણ અંબારામ દ્વારા થયું છે. પ્રથમ પુરુષ નિરૂપણશૈલીમાં લખાયેલી આ પહેલી નવલકથા છે. ભદ્રંભદ્રને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે અને તે આ ગુજરાતી ભાષાને શુદ્ધ બનાવી રાખવા માટે બનતા બધા પ્રયત્નો કરે છે. નવલકથાનું કથાનક એવું છે કે, ભદ્રંભદ્ર તેમના એક અનુયાયીની સાથે મુંબઈ (તેમની ભાષામાં મોહમયી) શહેરમાં એક સભાને સંબોધવા જાય છે. રસ્તામાં અને સભામાં તેમની સાથે જે જે ઘટનાઓ બને છે તેનું વર્ણન કરે છે. તેઓના શુદ્ધ ગુજરાતીના આગ્રહને કારણે તેઓ અનેક નવા શબ્દોની રચના કરે છે. જેમ કે,

ભદ્રંભદ્રનો શબ્દ વ્યવહારમાં વપરાતો શબ્દ
મોહમયી નગરી મુંબઇ
અગ્નિ રથ ટ્રેન/રેલ ગાડી
અગ્નિ રથ વિરામ સ્થાન રેલ્વે સ્ટેશન
અગ્નિ રથ વિરામ ગમન નિગમન સૂચક દર્શક લોહ પટ્ટિકા રેલ્વે સિગ્નલ
શ્વાન કુતરું
અશ્વદ્વયા કૃષ્ટચતુષ્ચક્ર કાચગવાક્ષ સપાટાચ્છાદન સમેત રથ ગાડી/કાર
કંઠલંગોટ ટાઈ

આ નવલકથામાં સૂચવેલા આવા શબ્દોને કારણે વધુ પડતું શુદ્ધ ગુજરાતી બોલનાર માટે ભદ્રંભદ્રનું ગુજરાતી શબ્દ પ્રયોગ થાય છે.

અન્ય સાહિત્યમાં[ફેરફાર કરો]

ભદ્રંભદ્રનું પાત્ર લઈને ગુજરાતી લેખક વિઠ્ઠલ પંડ્યાએ 'ભદ્રંભદ્ર અને હું' નામની ટૂંકીવાર્તા લખી છે, જેમાં લેખકે ભદ્રંભદ્રના પાત્રને વીસમી સદીમાં લાવી અને સિનેમા-હોટેલ જેવાં નવાં સ્થાનો તેમ જ નવાં રાજકીય-સામાજિક વાતાવરણ વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ટોપીવાળા, ચંદ્રકાન્ત; દવે, રમેશ ર., સંપાદકો. (June 2008). ગુજરાતી ટૂંકી વાર્તાકોશ (બીજી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૬૪. OCLC 24870863.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં ભદ્રંભદ્રને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.