પ્રથમપુરુષ કથનપદ્ધતિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રથમપુરુષ કથનપદ્ધતિ (અંગ્રેજી: First-person narrative) એ કથાસાહિત્યમાં પ્રયોજાતી વિશિષ્ટ કથનની પદ્ધતિ છે. આ પ્રકારની કથનપદ્ધતિમાં કથનકાર 'હું' કે 'અમે' સર્વનામોનો ઉપયોગ કરીને કથા કહે છે તેમજ કથનકાર પણ પોતે કહેલા કથનમાં મુખ્ય કે ગૌણ પાત્ર તરીકે હાજર હોય છે. આલ્બેર કેમ્યૂની નવલકથા ધી આઉટસાઇડર, સુરેશ જોષીની નવલકથા છિન્નપત્ર, રાધેશ્યામ શર્માની ફેરો વગેરે આ પ્રકારની કથનપદ્ધતિના ઉદાહરણો છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧૨. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. ૧૯૯૯. pp. ૨૩૬. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |year= (મદદ)