ડોન કિહોટે

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ડોન કિહોટે  
El ingenioso hidalgo don Quijote de la Mancha.jpg
પ્રથમ આવૃતિનું મુખપૃષ્ઠ
લેખકમિગેલ દિ'સર્વાન્ટીસ
દેશસ્પેન
ભાષાસ્પેનિશ
પ્રકાશકફ્રાન્સિસ્કો દિ'રોબ્લ્સ
પ્રકાશન તારીખ૧૬૦૫ (પહેલો ભાગ)
૧૬૧૫ (બીજો ભાગ)

લા માન્ચાના બુદ્ધિશાળી ઉમરાવ સર ડોન કિહોટે(El Ingenioso Hidalgo Don Quijote de la Mancha) પ્રચલિત ટુકાં નામે ડોન કિહોટે,[૧] મિગેલ દિ'સર્વાન્ટીસ દ્વારા સ્પેનિશ ભાષામાં લખાયેલ એક નવલકથા છે, આ નવલકથાને આધુનિક વિશ્વની સૌપ્રથમ નવલકથા માનવામાં આવે છે.[૨] આ નવલકથાને બે ભાગોમાં દસ વર્ષના અંતરાલે પ્રકાશિત કરવામાં આવી હતી. આ પુસ્તકનું અન્ય ઘણી બધી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.[૩]

હોનર ડોમિઅરનું ચિત્ર ડોન કિહોટે

પટકથા[ફેરફાર કરો]

આ કથા ઓલોન્સો કિહાનો નામના એક સમૃદ્ધ અને મધ્યમ વયના વ્યક્તિ વિશે છે. કિહાનો, પરાક્રમી પુરુષો વિશે ઘણી બધી વાર્તાઓ વાંચ્યા બાદ પાગલ થઇ જાય છે અને પોતાને ડોન કિહોટે નામનો પરાક્રમી માનવા લાગે છે, પોતાના સાથીદાર સાંકો સાથે દેશભરમાં સફર કરે છે, જેમાં સાહસો છે. કિહાનો માને છે કે તેના સાહસ-પરાક્રમો વાસ્તવિક છે, પરંતુ સમાજમાં તે હાંસીપાત્ર બને છે.

ગુસ્તાવ ડાૅરી દ્વારા ચિત્રિત, ડોન કિહોટે અને તેનો સાથી સાંકો નું ચિત્ર

પુસ્તકના અંતે, ઓલોન્સો કિહાનો ઘરે પાછા ફરે છે, ખુબ જ દુ:ખી થાય છે. હવે તેઓ સમજદાર બની જાય છે, પછી મૃત્યુ પામે છે.

અનુવાદ[ફેરફાર કરો]

આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ ચંદ્રવદન મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો, જે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પ્રકાશિત થયેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Oxford English Dictionary, "Don Quixote"
  2. Angelique, Chrisafis (21 July 2003). "Don Quixote is the world's best book say the world's top authors". The Guardian. London. Retrieved 13 October 2012. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. Schopenhauer, Arthur. "The Art of Literature". The Essays of Arthur Schopenahuer. the original માંથી 4 May 2015 પર સંગ્રહિત. Retrieved 22 March 2015. Check date values in: |accessdate=, |archive-date= (મદદ)