વિનોદિની નીલકંઠ

વિકિપીડિયામાંથી
વિનોદિની નીલકંઠ
જન્મ૯ ફેબ્રુઆરી ૧૯૦૭
અમદાવાદ
મૃત્યુ૨૯ નવેમ્બર ૧૯૮૭
વ્યવસાયઅધ્યાપિકા, કટારલેખક
રાષ્ટ્રીયતાભારતીય
સંબંધીઓરમણભાઈ નીલકંઠ (પિતા), વિદ્યાગૌરી નીલકંઠ (માતા)

વિનોદિની રમણભાઈ નીલકંઠ (૯ ફેબ્રુઆરી ૧૯૦૭ - ૨૯ નવેમ્બર ૧૯૮૭) ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર અને બાળસાહિત્ય લેખક હતા.[૧][૨]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદમાં જાણીતા ગુજરાતી સાહિત્યકારો રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં અને માધ્યમિક શિક્ષણ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં મેળવ્યું. ૧૯૨૮માં અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયો સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૩૦માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં એમ.એ. થયા.

કારકિર્દી[ફેરફાર કરો]

તેઓ વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી હતા તેમજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલનાં હેડમિસ્ટ્રેસ રહ્યા. એસ.એન.ડી.ટી. મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા તેમજ વિવિધ સમાચારપત્રોમાં કટારલેખિકા તરીકે તેમણે કામગીરી કરી હતી.

સર્જન[ફેરફાર કરો]

કદલીવન (૧૯૪૬) એમની નવલકથા છે. આરસીની ભીતર (૧૯૪૨), કાર્પાસી અને બીજી વાતો (૧૯૫૧), દિલ દરિયાવનાં મોતી (૧૯૫૮), અંગુલિનો સ્પર્શ (૧૯૬૫) વગેરે એમના નવલિકાગ્રંથો છે. રસદ્વાર (૧૯૨૮)[૧] નિબંધસંગ્રહમાં નારીહૃદયનો કુમાશભર્યો ઉઘાડ છે. ઘરઘરની જ્યોત - ભા.૧, ૨, ૩, ૪ (૧૯૫૫, ૧૯૫૮, ૧૯૬૪, ૧૯૬૯)માં એમનાં પ્રસંગચિત્રોનો સંચય છે. નિજાનંદ (૧૯૭૬)માં પ્રવાસચિત્રો છે. વિદ્યાગૌરી નીલકંઠ જીવનચરિત્ર છે. ગુજરાતી અટકોનો ઇતિહાસ (૧૯૪૨) સંશોધનગ્રંથ છે.

એમણે શિશુરંજના (૧૯૫૦), મેંદીની મંજરી (૧૯૫૬), બાળકોની દુનિયામાં ડોકિયું, સફરચંદ (૧૯૬૪), પડછંદ કઠિયારો (૧૯૬૪) વગેરે બાળસાહિત્ય પણ આપ્યું છે. ઘરનો વહીવટ (૧૯૫૯), બાળસુરક્ષા (૧૯૬૧), મુક્તજનોની ભૂમિ (૧૯૬૬), સુખની સિદ્ધિ-સમાજવિદ્યા (૧૯૬૮) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "બધી વાતે અગ્રેસર વિનોદિની નીલકંઠ". ૧ એપ્રિલ ૨૦૦૯. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "Vinodinee Neelkanth: Life and times of a Gujarati writer who dared to be unconventional - Indian Express". archive.indianexpress.com. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]