લખાણ પર જાઓ

વિદ્યાગૌરી નીલકંઠ

વિકિપીડિયામાંથી
વિદ્યાગૌરી નીલકંઠ
વિદ્યાગૌરી, ‍(આશરે ૧૮૯૫)
વિદ્યાગૌરી, ‍(આશરે ૧૮૯૫)
જન્મવિદ્યાગૌરી ગોપીલાલ ધ્રુવ[]
(1876-06-01)June 1, 1876
અમદાવાદ
મૃત્યુDecember 7, 1958(1958-12-07) (ઉંમર 82)
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોકૈસરે હિન્દ
૧૯૨૬
સાથીરમણભાઈ નીલકંઠ
સંતાનોવિનોદિની નીલકંઠ
સંબંધીઓશારદા મહેતા (બહેન)

વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ (૧ જૂન ૧૮૭૬ - ૭ ડિસેમ્બર ૧૯૫૮) ગુજરાતી નિબંધકાર અને અનુવાદક હતા. તેઓ ગુજરાતમાં સૌપ્રથમ બી.એ.ની પદવી મેળવનાર સ્ત્રીઓમાંના એક હતા.[]

વિદ્યાગૌરી અને તેમના પતિ રમણભાઈ નીલકંઠ

તેણીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ ગોપીલાલ ધ્રુવ અને બાલાબેનના સંતાન હતા.[][][] તેઓ સમાજ સુધારક અને કવિ ભોળાભાઇ દિવેટીયાના પૌત્રી હતા.[] કેળવણીનો આરંભ રા. બા. મગનભાઈ કન્યાશાળામાં કર્યા બાદ તેમણે માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં મેળવ્યું. પિતાની નોકરીમાં વારંવાર બદલીને કારણે તેમનું શિક્ષણ તેમનાં મામા, નરસિંહરાવ દિવેટિયાને ત્યાં થયેલું.[] ૧૮૯૧માં મૅટ્રિક થયા. એમનાં નાના બહેન શારદાબહેન સાથે ગુજરાત કૉલેજમાંથી ૧૯૦૧માં બી.એ. ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌપ્રથમ આ બે બહેનો હતા.[][][] ૧૮૮૯માં એમનું લગ્ન રમણભાઈ નીલકંઠ સાથે થયું હતું.

કારકિર્દી

[ફેરફાર કરો]

તેઓ અમદાવાદની સંખ્યાબંધ જાહેર સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં. ગુજરાત વિદ્યાસભાનાં મંત્રી અને ૧૯૪૬માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા સંમેલનમાં પ્રમુખ હતા. ૧૯૪૭ થી તેઓ ગુજરાત સાહિત્ય સભાનાં પ્રમુખ હતા. તેઓ પ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ સક્રિય હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેટલાક સમય સરકાર નિયુક્ત સભાસદ રહ્યા હતા.

૧૯૨૬માં તેમને કૈસર–એ–હિન્દ નો ઈલકાબ મળ્યો હતો.

એમણે દૈનંદૈનીય જીવનના પ્રસંગો લઈ નર્મમર્મયુક્ત હાસ્ય પ્રગટ કરતા નિબંધો આપ્યાં છે; તો સુશ્લિષ્ટ ચરિત્રાત્મક લેખો પણ આપ્યાં છે. એમની સ્વસ્થ અને શિષ્ટમિષ્ટ શૈલી આકર્ષક છે. ફોરમ (૧૯૫૫)માં પોતાને માર્ગદર્શક બનેલા સ્વજનો, સ્નેહીઓ અને સંબંધીઓનાં સ્મૃતિચિત્રો આલેખી એમણે સ્વ-અતીતને સજીવ કર્યો છે. એમણે ગૃહદીપિકા (૧૯૩૧), નારીકુંજ (૧૯૫૬) અને જ્ઞાનસુધા (૧૯૫૭) જેવા લેખસંગ્રહો પ્રકટ કર્યા છે. એમણે પ્રો. ઘોંડો કેશવ કર્વે (૧૯૧૬) ચરિત્ર પણ લખ્યું છે. એમના છૂટક લેખોનો સમાવેશ હાસ્યમંદિરમાં થયો છે. એમણે રમેશ દત્તની વાર્તા લેક ઑવ ધ સામ્સ નો સુધાહાસિની (૧૯૦૭) નામે તથા વડોદરામાં મહારાણીશ્રીએ અંગ્રેજીમાં લખેલ પુ્સ્તક પોઝિશન ઑવ વિમેન ઈન ઈન્ડિયા નો હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન (૧૯૧૫) નામે અનુવાદ આપ્યા છે. તેમના હાસ્ય નિબંધમાં પરોપકારી મનુષ્યોનો સમાવેશ થાય છે..

પૂરક વાચન

[ફેરફાર કરો]
  • પરીખ, સુકુમાર, સંપાદક (૨૦૧૫). વિદ્યાબહેન નીલકંઠ: ગુજરાતની નારીચેતનાનાં અગ્રેસર. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. ISBN 978-81-930884-0-1.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "મળો, ગુજરાતનાં સર્વપ્રથમ મહિલા ગ્રેજ્યુએટને... (ટેક ઓફ)". ૨૭ મે ૨૦૧૫. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ પોતે ગ્રેજ્યુએટ થયા પછી". ૧૫ માર્ચ ૨૦૧૫. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ ભટ્ટ, પુષ્પા. "વિદ્યાગૌરી નીલકંઠ". gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ.
  4. "Stree Shakti". મેળવેલ 2016-11-10.
  5. ૫.૦ ૫.૧ "Win Entrance Biography". મૂળ માંથી 2016-11-10 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-10.
  6. Sujata, Menon (2013). Sarkar, Siddhartha (સંપાદક). "International Journal of Afro-Asian Studies". 4 (1). Universal-Publishers: 17–18. ISBN 978-1-61233-709-8. Cite journal requires |journal= (મદદ)
  7. ચૌધરી, રઘુવીર; દલાલ, અનિલા, સંપાદકો (2005). "લેખિકા-પરિચય". વીસમી સદીનું ગુજરાતી નારીલેખન (૧ આવૃત્તિ). નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 349, 351. ISBN 8126020350. OCLC 70200087.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]