શારદા મહેતા

વિકિપીડિયામાંથી
શારદા મહેતા
જન્મની વિગત૨૬ જૂન ૧૮૮૨
મૃત્યુ૧૩ નવેમ્બર ૧૯૭૦
પ્રખ્યાત કાર્યસમાજ સુધારક, શિક્ષણ શાસ્ત્રી અને ગુજરાતી લેખિકા
જીવનસાથીસુમંત મહેતા
સંતાનોરમેશ સુમંત મહેતા
સંબંધીઓવિદ્યાગૌરી નીલકંઠ (બહેન)

શારદા મહેતા (૨૬ જૂન ૧૮૮૨ - ૧૩ નવેમ્બર ૧૯૭૦) એ ભારતીય સમાજ સુધારક, શિક્ષણ શાસ્ત્રી અને ગુજરાતી લેખિકા હતા. તેઓ ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

શારદા મહેતા (જમણે), મહાત્મા ગાંધી ‍(ડાબે), રવિન્દ્રનાથ ટાગોર સાથે, મહિલા વિદ્યાલય, અમદાવાદ ખાતે, ૧૯૨૦

શારદા મહેતા ન્યાયાધીશ ગોપીલાલ ધ્રુવ અને બાળાબેન નામના નાગર બ્રાહ્મણ પરિવારની પુત્રી હતા.[૨][૩] તેઓ સમાજ સુધારક અને કવિ ભોળાનાથ દિવેટિયાની પૌત્રી હતા.[૪] તેમણે પ્રાથમિક શિક્ષણ રાયબાહાદુર મગનભાઈ ગર્લ્સ હાઇ સ્કૂલમાં કર્યું હતું. તેઓ ૧૮૮૭માં મહાલક્ષ્મી શિક્ષક તાલીમ કોલેજના ઍંગ્લો-સ્થાનિક ભાષા વર્ગમાં જોડાયા હતા.[૪] તેમણે ૧૯૦૧માં વિનયન સ્નાતક (બેચલર ઑફ આર્ટસ)ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમની મોટી બહેન વિદ્યાગૌરી નીલકંઠ સાથે તેઓ ગુજરાતના પ્રથમ બે મહિલા સ્નાતકો બન્યા હતા.[૨][૫]

વર્ષ ૧૮૯૮માં ૧૪ વર્ષની ઉંમરે શારદાબહેન લગ્ન વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત ડોક્ટર એવા બટુકરામ મહેતાના પુત્ર તેમ જ ગુજરાતના આદિ નવલકથાકાર નંદશંકર તુળજાશંકર મહેતાના દોહિત્ર સુમંત મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતાં.[૬] પછીથી સુમંત મહેતા વધુ અભ્યાસ માટે ઇંગ્લેંડ ગયા.[૫][૩][૪]

તેમણે અમદાવાદમાં વનીતા વિશ્રામ મહિલા વિદ્યાલયની સ્થાપના કરી હતી.[૩] તેમણે એસ.એન.ડી.ટી. (કર્વે) વિમેન્સ યુનિવર્સિટી સંકળાયેલ કૉલેજની પણ સ્થાપના કરી હતી.[૪] તેઓ મહાત્મા ગાંધી દ્વારા પ્રભાવિત હતાં. તેમણે ૧૯૧૭માં બળજબરીથી શ્રમ પ્રથા (ગિરમીટિયા) સામે વિરોધ ઉઠાવ્યો હતો.[૭] વર્ષ ૧૯૧૭માં ગોધરા ખાતે યોજાયેલ નવેમ્બર-૧૯૧૭માં રાજકીય પરિષદની સાથે સંસારસુધારા પરિષદ પણ મળી હતી. આ પરિષદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સહાયક સંસ્થા તરીકે ગણાતી હતી. આ સંસારસુધારા પરિષદનાં પ્રમુખ શારદાબહેન મહેતા સાથે ગુજરાતના આજીવન સમાજસુધારકો જેમ કે પ્રાણલાલ કીરપાભાઈ દેસાઈ, રમણભાઈ નીલકંઠ, ગટુભાઈ અને ડોક્ટર સુમંત મહેતા ઉપરાંત લગભગ છથી સાત હજાર શ્રોતાઓ હાજર રહ્યા હતા. આ પરિષદની ભૂમિકા આપતા સમાલોચક માસિકમાં નોંધવામાં આવેલ છે કે 'જે પ્રમાણે રાજકીય સુધારાની આવશ્યકતા છે, તે જ પ્રમાણે સામાજિક સુધારાની આવશ્યકતા છે. બંને એકમેકથી જુદા પાડી શકાય તેમ નથી. તેથી તે પ્રસંગનો લાભ લઈને આ બાબતનો વિચાર કરવો, તે હિલચાલને કાંઈક નવીન દિશામાં વાળવા આ સામાજિક પરિષદનો વિચાર કરવામાં આવ્યો છે.'[૮] ૧૯૧૯માં તેમણે ઇન્દુલાલ યાજ્ઞિકને નવજીવનના સંપાદનમાં મદદ કરી હતી.[૩] ૧૯૩૦માં તેમણે એક ખાદી દુકાનની સ્થાપના કરી અને ૧૯૩૪માં અમદાવાદ નજીક શેરથા ખાતે આવેલા તેમના પતિના આશ્રમમાં કામ કર્યું. ૧૯૩૪માં, તેમણે અપના ઘર કી દુકાન નામની એક સહકારી દુકાનની સ્થાપના કરી હતી. ૧૯૩૪માં તેમણે મહિલા કલ્યાણ માટે 'જ્યોતિ સંઘ'ની સ્થાપના કરી.[૭] વડોદરા ખાતે તેમણે ચીમનાબાઈ સ્ત્રીસમાજની સ્થાપના[૯] કરી હતી અને મધ્યમ વર્ગની સ્ત્રીઓને સહેલાઇથી આશ્રય મળી શકે તેવી વ્યવસ્થા પણ કરી હતી.

તેમણે વડોદરાના રેલસંકટના સમયમાં, મહાગુજરાત આંદોલનમાં[૧૦] કે અન્ય કોઇ પણ સામાજિક કાર્ય વખતે અગ્રેસર રહીને કામ કર્યું હતું.

લેખન કાર્ય[ફેરફાર કરો]

શારદા મહેતા નિબંધલેખક, જીવનકથા લેખક અને અનુવાદક હતા.[૧૧][૫] તેમણે ફ્લોરેન્સ નાઈટીંન્ગલ નું જીવનચરિત્ર (૧૯૦૭), નામે એક જીવનચરિત્ર લખ્યું હતું. ૧૯૩૮માં, તેમણે તેમના જાહેર જીવન વિશે અને મહિલા શિક્ષણ માટે તેમના પ્રયત્નોને આવરી લેતી 'જીવનસંભારણા' નામે આત્મકથા લખી હતી.[૫][૧૨] તેમાં તે સમયના રાજકીય, સામાજિક અને ઐતિહાસિક સમયનું અને સાથે સાથે સ્ત્રી જાગૃતિનું વર્ણન પણ છે. તેમણે પુષ્કર ચંદવારકર સાથે સંભારણા ભાગ ૧-૨ (૧૯૫૫-૫૬) લખ્યા છે. પુરાણોની બાળબોધક વાર્તાઓ અને બાળકોનું ગૃહશિક્ષણ (૧૯૦૫) બાળકોના વાર્તા દ્વારા વિકાસનો હેતુ ધરાવે છે.[૧૧]

તેમની બહેન સાથે મળી, તેમણે રોમેશ ચંદ્ર દત્તના પુસ્તક, ધ લેક ઓફ પામ્સ (૧૯૦૨) નો સુધાસુહાસિની (૧૯૦૭)ના નામે અનુવાદ કર્યું; અને બરોડાના મહારાણી (ચિમનબાઇ-૨) લિખિત પોઝીશન ઑફ વુમન ઇન્ ઈંડિયા નો હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજીક સ્થાન અથવા હિન્દુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીઓનું સ્થાન (૧૯૧૫) નામે અનુવાદ કર્યો.[૨][૫][૧૩] આ ઉપરાંત તેમણે સાતે અન્નાભાઉની નવલકથાનો વરણાને કાંઠે નામે અનુવાદ કરેલો.[૧૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Win Entrance Biography". મૂળ માંથી 2016-11-10 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-10.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ભટ્ટ, પુષ્પા. "વિદ્યાગૌરી નીલકંઠ". gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2019-01-21.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Geraldine Hancock Forbes (2005). Women in Colonial India: Essays on Politics, Medicine, and Historiography. Orient Blackswan. પૃષ્ઠ 124–142, 173. ISBN 978-81-8028-017-7.
 4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Sujata, Menon (2013). Sarkar, Siddhartha (સંપાદક). "International Journal of Afro-Asian Studies". 4 (1). Universal-Publishers: 17–18. ISBN 978-1-61233-709-8. Cite journal requires |journal= (મદદ)
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ચૌધરી, રઘુવીર; દલાલ, અનિલા, સંપાદકો (2005). "લેખિકા-પરિચય". વીસમી સદીનું ગુજરાતી નારીલેખન (૧લી આવૃત્તિ). New Delhi: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 349. ISBN 8126020350. OCLC 70200087.CS1 maint: date and year (link)
 6. "જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત". દિવ્ય ભાસ્કર. ૩૦ એપ્રિલ ૨૦૧૮. મેળવેલ ૨ મે ૨૦૧૮.
 7. ૭.૦ ૭.૧ "Stree Shakti". મેળવેલ 2016-11-10.
 8. "પહેલી ગુજરાત રાજકીય પરિષદ — ગોધરા : ૧૯૧૭". ૧૭ નવેમ્બર ૨૦૧૭. મેળવેલ ૦૧ મે ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
 9. http://www.sahityasetu.co.in/issue24/anita.php સાહિત્યસેતુ ISSN: 2249-2372 વર્ષ-૪, અંક-૬, સળંગ અંક-૨૪, નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪
 10. "વિદ્યાર્થીનું લોહીલુહાણ- મસ્તક થાળીમાં મૂકી વકીલોને બતાવ્યું". મેળવેલ ૦૧ મે ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ Jani, Balvant (1988). Datta, Amaresh (સંપાદક). Encyclopaedia of Indian Literature: K to Navalram. VIII. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 2658–2659. ISBN 978-0-8364-2423-2.
 12. Gouri Srivastava (2000). Women's Higher Education in the 19th Century. Concept Publishing Company. પૃષ્ઠ 157. ISBN 978-81-7022-823-3.
 13. "Stree Shakti". મેળવેલ 2016-11-10.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]