મહાગુજરાત આંદોલન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મહાગુજરાત આંદોલન
તારીખ૮ ઓગસ્ટ ૧૯૫૬ - ૧ મે ૧૯૬૦
સ્થળમુંબઈ રાજ્ય, ભારત
ધ્યેયોદ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય
વિરોધની રીતોદેખાવો, શેરી દેખાવો, ભૂખ હડતાલ, હડતાલ, તોફાનો
પરિણામ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યોની સ્થાપના
આંદોલનમાં સામેલ પક્ષો
મહાગુજરાત જનતા પરિષદ
મુખ્ય વ્યક્તિઓ

મહાગુજરાત આંદોલન દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે ૧૯૫૬માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું. તે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.[૧]

નામ[ફેરફાર કરો]

મહાગુજરાત નામ ગુજરાતી ભાષા બોલતા ગુજરાત (તળ ગુજરાત), સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરે છે.[૨][૩]

કનૈયાલાલ મુનશીએ ૧૯૩૭માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં આ શબ્દ વાપર્યો હતો.[૪][૫]

પાશ્વભૂમિ[ફેરફાર કરો]

બોમ્બે પ્રેસિડેન્સી, ઉત્તર વિભાગ, ૧૯૦૯
બોમ્બે પ્રેસિડેન્સી, દક્ષિણ વિભાગ, ૧૯૦૯
૧૯૫૧માં રાજ્યોના પુન:ગઠન પહેલાના સંચાલન વિભાગો.
બોમ્બે સ્ટેટ, ૧૯૫૬-૧૯૬૦

બ્રિટિશ શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. ૧૯૩૭માં બોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતના ભાગ તરીકે ઉમેરવામાં આવ્યું.[૬][૭] ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ભાષાવાર રાજ્યોની માંગણી સામે આવી. ૧૭ જુન ૧૯૪૮ના દિવસે, રાજેન્દ્ર પ્રસાદે રાજ્યોની પુન:રચના ભાષા પ્રમાણે કરવી જોઇએ કે નહી તે નક્કી કરવા માટેની સમિતિ રચી. આ સમિતિમાં એસ.કે. દાર (અલ્હાબાદ હાઇ કોર્ટના નિવૃત ન્યાયાધીશ), જે.એન. લાલ (વકીલ) અને પન્ના લાલ (નિવૃત ભારતીય સનદી અધિકારી) હતા, એટલે તેને દાર કમિશન કહેવાયું. તેના ૧૦ ડિસેમ્બર ૧૯૪૮ના અહેવાલમાં સમિતિએ સૂચન આપ્યું કે "ભાષાવાર રાજ્યોની પુન:રચના ભારત દેશના હિતમાં નથી".[૭][૮]

૧૯૪૮માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું હતું જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.[૨][૩]

ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા મુજબ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી બી.જી ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ મે ૧૯૪૯માં ડાંગની મુલાકાત લીધી હતી. બી. જી. ખેરે કહ્યું કે ડાંગના આદિવાસીઓ મરાઠી ભાષા બોલે છે અને તેમનું ધ્યેય એ જ હોવું જોઇએ. ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ આ ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી. ગુજરાતી સભાએ ચકાસણી માટે સમિતિ રચી અને સરકારની અાલોચના કરી.[૧]

૧૯૫૨ સુધીમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા પ્રદેશોનું અલગ આંધ્ર રાજ્ય અલગ કરવાની માંગણી આવી. ૧૬ ડિસેમ્બર ૧૯૫૨ના દિવસે આંધ્ર રાજ્યની માંગણી કરતા ચળવળકારોમાંનો એક વ્યક્તિ પોટ્ટી શ્રેરામુલુ આમરણાંત ઉપવાસ દરમિયાન મૃત્યુ પામ્યો. ૧૯૫૩માં આંધ્ર પ્રદેશની સ્થાપના કરવામાં આવી. આને લીધો સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની માંગણીનો તણખો ઝર્યો.[૭][૯]

ડિસેમ્બર ૧૯૫૩માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન[૭] (SRC)ની રચના કરી. આ સમિતિ ન્યાયાધીશ ફઝલ અલીના વડપણ હેઠળ હતી એટલે તેને ફઝલ અલી કમિશન કહેવાયું. ૧૯૫૫માં આ સમિતિએ ભારતના રાજ્યોની પુન:રચના માટેનો તેનો અહેવાલ રજૂ કર્યો.

આંદોલન[ફેરફાર કરો]

SRC એ ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને ઉમેરવાનું સૂચન કર્યું. મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણના વિસ્તારો મૈસુર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા. એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતા લોકો દક્ષિણમાં હતા.[૭]

ગુજરાતી અને મરાઠી બંને લોકોએ SRCના સૂચનોનો વિરોધ કર્યો અને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી કરી. સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને તેમના રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા મુંબઈ (તે વખતે બોમ્બે)નો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો. જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતિ નીવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર - મુંબઈ રાજ્ય.[૭]

મોરારજી દેસાઈ

મુંબઈ અને અન્ય મરાઠી બોલતા જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથે વિરોધ ફાટી નીકળ્યો જે પછીથી સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે ઓળખાયો.[૭] ત્યારના મુંબઈના મુખ્યમંત્રી તેના વિરોધમાં હતા. ૮ ઓગસ્ટ ૧૯૫૬ ના દિવસે[૧૦] જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહી અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા.[૬][૧૧] તેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઇ. ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા[૬] અને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણાં આંદોલનકારીઓની ધરપકડ થઇ અને તેમને અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે રાખવામાં આવ્યા અને પછીથી સાડા ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં બંધ રાખવામાં આવ્યા.[૧૨] દેખાવો ગુજરાતના ઘણાં ભાગોમાં પ્રસર્યા અને મોરારજી દેસાઈ અઠવાડિયાના ઉપવાસ પર ઉતરી ગયા. લોકો તેમને સમર્થન આપવા માટે આગળ ન આવ્યા અને સ્વંયભૂ સંચારબંધીનો અમલ કર્યો જેને જનતા સંચારબંધી કહેવાઇ. નહેરુએ સૂચવ્યા પ્રમાણે ૩ રાજ્યોની ઘોષણા કરતાં થોડા સમય જ પહેલાં ૧૮૦ જેટલા સંસદસભ્યોએ દ્રિભાષી મુંબઈ રાજ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું. મુંબઈ અને ડાંગની સમસ્યાઓ મંત્રણાઓ દ્વારા ઉકેલી શકાઇ. ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયકે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી.[૧૩][૧૪][૧૫] છેવટે મુંબઈ મહારાષ્ટ્રને જ્યારે ડાંગ ગુજરાતના ફાળે ગયું.[૧૬]

પરિણામ[ફેરફાર કરો]

રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાર રાજ્યોની રચના માટે આંદોલનને કારણે સંમત થયા. ૧ મે, ૧૯૬૦ના રોજ નવા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યા.[૩] આંદોલનની સફળતા પછી મહાગુજરાત જનતા પરિષદને વિખેરી નાખવામાં આવી.[૧૭] નવી સરકારની રચના થઇ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.[૧૮]

સ્મારકો[ફેરફાર કરો]

ઇન્દુલાલ યાજ્ઞિકની મૂર્તિ, અમદાવાદ
 • શહીદ સ્મારક અથવા ખાંભી (શહીદ સ્મારક) લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું; આ સ્મારક કોંગ્રેસ હાઉસ નજીક અલગ રાજ્યની માંગણી કરતા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું. આ સ્મારક યુવકના હાથમાં બત્તી ધરાવતી મૂર્તિ ધરાવે છે.[૧૧]
 • ઇન્દુલાલ યાજ્ઞિકની મૂર્તિ નહેરુ બ્રિજના અંતમાં પૂર્વમાં એક નાના બગીચામાં ઊભી કરવામાં આવી અને બગીચાને તેમનું નામ આપવામાં આવ્યું હતું.[૧૯]

આંદોલનકારીઓ[ફેરફાર કરો]

આ આંદોલનમાં ભાગ લેનારા મહત્વના વ્યક્તિઓ નીચે પ્રમાણે હતા:

પ્રભાવ[ફેરફાર કરો]

આંદોલનના ઘણા નેતાઓ લેખકો, કવિઓ અને ચિત્રપટ નિર્માતાઓ પણ હતા. ઇન્દુલાલ યાજ્ઞિકની નવલકથા માયા આંદોલનની પાશ્વભૂમિકા ધરાવે છે. જયંતિ દલાલ, યશવંત શુક્લા, વિનોદિની નીલકંઠ, ઇશ્વર પેટલીકર, ઉશનસ્ વગેરેએ પણ આંદોલન પરથી પ્રેરણા લઇને સર્જન કર્યું હતું.[૫]

સલમાન રશ્દીની નવલકથા, મિડનાઇટ્સ ચિલ્ડ્રન, જેને બૂકર પુરસ્કાર મળ્યો હતો, મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન બંનેની પાશ્વભૂમિકા ધરાવે છે.[૫]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ Desai, Jitendra (૪ મે ૨૦૧૨). "Revolution in Gujarat's blood". DNA. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (help)
 2. ૨.૦ ૨.૧ India Guide Gujarat. India Guide Publications, 2007. ૨૦૦૭. p. 25. ISBN 9780978951702. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |year= (help)
 3. ૩.૦ ૩.૧ ૩.૨ "Gujarat Govt. Official website". Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate= (help)
 4. Vashi, Ashish (૨૪ એપ્રિલ ૨૦૧૦). "Friendship that formed Gujarat". The Times of India. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (help)
 5. ૫.૦ ૫.૧ ૫.૨ Vashi, Ashish (૨૭ એપ્રિલ ૨૦૧૦). "Midnight's Children saw golden dawn". The Times of India. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (help)
 6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ Yagnik, Achyut; Suchitra Sheth (૨૦૦૫). The Shaping of Modern Gujarat: Plurality, Hindutva, and Beyond. Penguin Books India. p. 226. ISBN 9780144000388. Retrieved ૨૪ નવેમેબર ૨૦૧૨. Check date values in: |accessdate=, |year= (help)
 7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ ૭.૫ ૭.૬ Grover, Verinder; Ranjana Arora (૧૯૯૪). Federation of India and States' Reorganisation: Reconstruction and Consolidation. Deep and Deep Publications. p. 392. ISBN 9788171005413. Retrieved ૨૪ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |year= (help)
 8. Virendra Kumar (૧૯૭૬). Committees And Commissions In India Vol. 1 : 1947-54. Concept. pp. ૭૦–૭૧. ISBN 978-81-7022-196-8. Check date values in: |year= (help)
 9. Showick Thorpe Edgar Thorpe (૨૦૦૯). The Pearson General Studies Manual (1 ed.). Pearson Education India. pp. 3.12–3.13. ISBN 978-81-317-2133-9. Check date values in: |year= (help)
 10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ "Mahagujarat martyrs families felicitated". The Times of India. ૨ મે ૨૦૧૧. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (help)
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ Pathak, Dhwani (૨ મે ૨૦૧૧). "Unsung heroes". The Times of India. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (help)
 12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ News, Express (૨ મે ૨૦૧૦). "Youngsters today have no fire in their belly". The Indian Express. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (help)
 13. Thomas, Melvyn Reggie (૧૬ જાન્યુઆરી ૨૦૧૫). "Veteran freedom fighter from Dangs, Ghelubhai Naik passes away". The Times of India Mobile Site. Retrieved ૧૮ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (help)
 14. DeshGujarat (૧૬ જાન્યુઆરી ૨૦૧૫). "Father figure of tribal Dang region of Gujarat Ghelubhai Nayak passes away". DeshGujarat. Retrieved ૧૮ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (help)
 15. DeshGujarat (૧૬ જાન્યુઆરી ૨૦૧૫). "How Ghelubhai Nayak and brother Chhotubhai convinced Jawaharlal on Dang's merger with Gujarat". DeshGujarat. Retrieved ૧૮ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (help)
 16. Guha, Ramchandra (૧૩ એપ્રિલ ૨૦૦૩). "The battle for Bombay - from book 'Savaging the Civilised andEnvironmentalism: A Global History.'". The Hindu. Retrieved ૨૨ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (help)
 17. ૧૭.૦ ૧૭.૧ Vashi, Ashish (૩૦ એપ્રિલ ૨૦૧૦). "Common man who never became CM". The Times of India. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (help)
 18. "Next step for Modi -- the national stage". Rediff News. ૨૩ ડિસેમ્બર ૨૦૦૭. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (help)
 19. Vashi, Ashish (૨૯ એપ્રિલ ૨૦૧૦). "Lifting Indu Chacha to higher pedestal". The Times of India. Check date values in: |date= (help)
 20. http://www.dnaindia.com/ahmedabad/1829257/report-maha-gujarat-dreams-have-more-or-less-come-true

વધુ વાચન[ફેરફાર કરો]