લખાણ પર જાઓ

ઘેલુભાઈ નાયક

વિકિપીડિયામાંથી
ઘેલુભાઈ નાયક
મૃત્યુ૧૬ જાન્યુઆરી ૨૦૧૫ Edit this on Wikidata

ઘેલુભાઇ નાયક (૧૯૨૪ – ૧૬ જાન્યુઆરી ૨૦૧૫) જેઓ ઘેલુકાકા તરીકે જાણીતા હતા, ગુજરાત, ભારતના ચળવળકાર અને ગાંધીવાદી હતા.

જીવન[ફેરફાર કરો]

ઘેલુભાઇ નાયકનો જન્મ ૧૯૨૪માં લક્ષ્મીબેનને ત્યાં વલસાડ જિલ્લાના ગણદેવી નજીકના કોલવા ગામમાં થયો હતો. તેઓ અગિયાર વર્ષના હતા ત્યારે પ્રથમ વખત મહાત્મા ગાંધીને અમલસાડની રેંટિયાશાળામાં મળ્યા હતા. તેમણે મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ ખાતે સમાજસેવામાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમને અને તેમના ભાઇ છોટુભાઇ નાયકને જુગતરામ દવેએ માર્ગદર્શન આપ્યું હતું. ઈ.સ. ૧૯૪૮માં બંને ભાઇઓ સરદાર વલ્લભભાઈ પટેલના કહ્યા પ્રમાણે ડાંગ જિલ્લામાં ગયા હતા. સર્વોદય કાર્યકર્તા તરીકે તેમણે તેમના ભાઇ અને ચુનીલાલ વૈદ્યની સાથે આદિવાસીઓમાં શિક્ષણ અને સામાજીક પરિવર્તન માટે ડાંગ સ્વરાજ આશ્રમની સ્થાપના કરી. ૧૯૪૯માં તેમણે કાલિબેલ ખાતે પ્રથમ આશ્રમશાળાની સ્થાપના કરવામાં મદદ કરી હતી. પછીથી આદિવાસી વિસ્તારમાં સો કરતાં વધુ આશ્રમશાળાઓ સ્થપાઇ હતી. તેમણે ગામ ચાલ્યુ ન્હાવા નામનો આરોગ્ય અને સ્વચ્છતા કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો.[૧][૨]

મહાગુજરાત આંદોલન વખતે તેમણે ડાંગ જિલ્લાને મહારાષ્ટ્રમાં ભળી જતા બચાવવામાં મદદ કરી હતી.[૧][૩] તેમણે આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવતી મિશનરીઓનો પણ વિરોધ કર્યો હતો.[૪][૫]

તેઓ ૧૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ આહવા, ડાંગ ખાતે અવસાન પામ્યા.[૧][૨]

પુરસ્કાર[ફેરફાર કરો]

તેમને ૧૯૯૯માં ગુજરાત વિદ્યાપીઠ તરફથી ગ્રામસેવા પુરસ્કાર મળ્યો હતો.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Thomas, Melvyn Reggie (૧૬ જાન્યુઆરી ૨૦૧૫). "Veteran freedom fighter from Dangs, Ghelubhai Naik passes away". The Times of India Mobile Site. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૫.
  2. ૨.૦ ૨.૧ દેશગુજરાત (૧૮ જાન્યુઆરી ૨૦૧૫). "Father figure of tribal Dang region of Gujarat Ghelubhai Nayak passes away". દેશગુજરાત. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૫.
  3. DeshGujarat (૧૬ જાન્યુઆરી ૨૦૧૫). "How Ghelubhai Nayak and brother Chhotubhai convinced Jawaharlal on Dang's merger with Gujarat". DeshGujarat. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૫.
  4. Lavakare, Arvind (૧૯ જાન્યુઆરી ૧૯૯૯). "A Gandhian Speaks Out From Dangs". Rediff.com. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૫.
  5. ૫.૦ ૫.૧ દેશગુજરાત (૧૬ જાન્યુઆરી ૨૦૧૫). "Ghelubhai Nayak gave protection cover to Gujarat against false propaganda campaign in 1999". DeshGujarat. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૫.