કાલિબેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કાલિબેલ
—  ગામ  —
કાલિબેલનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો વઘઇ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

કાલિબેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલું ગામ છે. કાલિબેલ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.

આ ગામ વ્યારાથી વઘઇ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલ છે. આ ઉપરાંત અહીંથી વઘઇ અને સોનગઢને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા સાજુપાડા જવા માટે પાકો સડક માર્ગ પૂર્વ દિશામાં આવેલ છે તેમ જ ગામ થી પશ્ચિમ દિશામાં પાંઢરમાળ ગામ જવાય છે. આ ગામમાં ગુજરાત રાજ્ય વન વિભાગની કચેરી આવેલ છે. આ ગામમાં ડાંગ જિલ્લાના લોકસેવક ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયક દ્વારા ડાંગ સ્વરાજ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.

આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.