લખાણ પર જાઓ

ચુનીલાલ વૈદ્ય

વિકિપીડિયામાંથી
ચુનીલાલ વૈદ્ય
જન્મ૨ સપ્ટેમ્બર ૧૯૧૮ Edit this on Wikidata
મૃત્યુ૧૯ ડિસેમ્બર ૨૦૧૪ Edit this on Wikidata

ચુનીલાલ વૈદ્ય (૨ સપ્ટેમ્બર, ૧૯૧૮ – ૧૯ ડિસેમ્બર, ૨૦૧૪), જેઓ ચુનીકાકાના નામે જાણીતા હતા, ગુજરાત, ભારતના જાણીતા ચળવળકાર અને ગાંધીવાદી હતા.

ચુનીભાઇ વૈદ્યનો જન્મ ૨ સપ્ટેમ્બર, ૧૯૧૮ના રોજ ગુજરાતના પાટણ જિલ્લાના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ગાંધીવાદી અને સર્વોદયવાદી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ ઘેલુભાઈ નાયક સાથે ડાંગ જિલ્લામાં સૌથી વધુ સક્રિય હતા. ૧૯૬૦ ના દાયદામાં તેમણે આસામની હિંસા દરમિયાન શાંતિ માટે પ્રયાસો કર્યા હતા. તેઓ ભૂમિપત્રના તંત્રી હતા. ૧૯૭૫માં તેમણે ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીનો વિરોધ કર્યો હતો અને તે માટે જેલમાં ગયા હતા. ૧૯૮૦માં તેમણે ગુજરાત લોક સમિતિની સ્થાપના કરી હતી. ૧૯૮૬ થી ૧૯૮૮ દરમિયાન ગુજરાતના દુષ્કાળમાં, તેઓ પાટણ જિલ્લામાં ૧૨૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં રાહત કાર્યો અને ચેક ડેમના બાંધકામમાં સંકળાયેલા હતા. તેઓ ૨૦૦રના ગુજરાતની હિંસાના ટીકાકાર હતા.[][]

ચુનીકાકા એ ગાંધીની હત્યા : હકીકત અને ભ્રમણાઓ પુસ્તક લખ્યું હતું જે ૧૧ ભાષાઓમાં પ્રકાશિત થયું હતું.[][]

તેઓ ૧૯ ડિસેમ્બર, ૨૦૧૪ ના રોજ અમદાવાદ ખાતે ૯૭ વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમનો અંતિમ સંસ્કાર દધિચી સ્મશાનગૃહ, વાડજ ખાતે કરવામાં આવ્યો હતો.[][]

સન્માન

[ફેરફાર કરો]

તેમને પત્રકારત્વ માટે સાને ગુરુજી નિર્ભય પત્રકારિતા પુરસ્કાર મળ્યો હતો. તેમને વિશ્વ ગુજરાતી સમાજ તરફથી વિશ્વ ગુજરાતી પ્રતિભા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.[][]તેમને ૨૦૧૦માં જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "ગાંધીવાદી ચુનીભાઇ વૈદ્યનું ૯૭ વર્ષની વયે મૃત્યુ". અમદાવાદ: Business Standard. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. ૧૯ ડિસેમ્બર ૨૦૧૪. મૂળ માંથી 2015-01-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૫.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ varsha (૧૯ ડિસેમ્બર ૨૦૧૪). "વૃધ્ધ સ્વતંત્ર લડવૈયા ચુનીભાઇ વૈદ્યનું અવસાન". Jagran Josh. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૫.
  3. "Jamnalal Bajaj Award". Jamnalal Bajaj Foundation. ૨૦૧૫. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]