નહેરુ બ્રિજ

વિકિપીડિયામાંથી
નહેરુ બ્રિજ

નહેરુ બ્રિજ સાબરમતી નદી પર આવેલા મુખ્ય પુલોમાંથી એક છે અને અમદાવાદ શહેરના પરિવહનમાં મહત્વનો ફાળો આપે છે. ઐતહાસિક એવા એલિસ બ્રિજની સરખામણીમાં આ પુલ આધુનિક અને મોટો છે. આ પુલનું નામ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પરથી આપવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના એક આકર્ષણ સમાન એવી પતંગ હોટેલ (ફરતી હોટેલ) નહેરુ બ્રિજ નજીક સાબરમતી નદીના કિનારા પર આવેલી છે.