ચંડોળા તળાવ
ચંડોળા તળાવ અમદાવાદ, ગુજરાત રાજ્ય, ભારતમાં દાણી લીમડા માર્ગ નજીક આવેલું ૧૨૦૦ હેક્ટરમાં ફેલાયેલું તળાવ છે. તે ગોળ આકાર ધરાવે છે અને અનેક પ્રજાતિના પક્ષીઓનું નિવાસસ્થાન છે.[૧] સાંજના સમયે લોકો પ્રવાસન માટે તેની મુલાકાત લે છે.[૨]
ઇતિહાસ
[ફેરફાર કરો]ચંડોળા તળાવ અમદાવાદના મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આશા ભીલે આશાવલની સ્થાપના કરી ત્યારે તે અસ્તિત્વમાં હતું.[૩] માર્ચ, ૧૯૩૦માં ઐતિહાસિક દાંડી કૂચના માર્ગમાં મહાત્મા ગાંધી તળાવની બાજુમાં પીપળાના મોટા ઝાડની નીચે રોકાયા હતા. તે સમયે ચંડોળા તળાવ નાનું અને કાદવ ધરાવતું તળાવ હતું.[૪]
વપરાશ
[ફેરફાર કરો]તળાવના પાણીનો સિંચાઇ અને ઔદ્યોગિક વપરાશ માટે થાય છે. તેનું પાણી ખેતી તેમજ તેલ અને પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે પણ વપરાય છે.[૫]
ખારીકટ નહેર ગુજરાતની સૌથી જૂની સિંચાઇ યોજના છે જે ૧૨૦૦થી વધુ વિસ્તારમાં ચંડોળા તળાવ નજીક ફેલાયેલા ચોખાના ખેતરોને પાણી પૂરુ પાડવા માટે બનાવવામાં આવી હતી.[૬]
પ્રદૂષણ અને દબાણ
[ફેરફાર કરો]તળાવની આજુ-બાજુ મોટા પ્રમાણમાં દબાણ થયું છે. તળાવને પાણી પૂરું પાડતી ખારીકટ નહેર કચરાથી પ્રદૂષિત થઇને ભરાઇ ગઇ છે.[૭]
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવનો વિકાસ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ કામ માટે તળાવ અને આજુ-બાજુમાંથી કચરો સાફ કરવા માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.[૮][૯]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "It's a Jungle Out tHere - Indian Express". archive.indianexpress.com. મેળવેલ 2019-02-09.
- ↑ "Chandola Lake - Chandola Lake in Ahmedabad - Chandola Lake Ahmedabad India". www.ahmedabad.org.uk. મેળવેલ 2019-02-09.
- ↑ Gazetteers Gujarat (India). 18. 1984. પૃષ્ઠ 13.
- ↑ Sudhir Kakkar. The Seeker. પૃષ્ઠ 194.
- ↑ "Chandola lake". www.rainwaterharvesting.org. મૂળ માંથી 2019-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2019-02-09.
- ↑ Gujarat State Gazetteers: Ahmadabad District Gazetteer. પૃષ્ઠ 268.
- ↑ "Cases on protection of lakes: Chandola lake, Gujarat - India Environment Portal | News, reports, documents, blogs, data, analysis on environment & development | India, South Asia". www.indiaenvironmentportal.org.in. મેળવેલ 2019-02-09.
- ↑ "AMC gets Chandola Lake for Kankaria-like development - Times of India". The Times of India. મેળવેલ 2019-02-09.
- ↑ "AMC gets Chandola Lake for Kankaria-like development - Times of India". The Times of India. મેળવેલ 2019-02-09.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ચંડોળા તળાવ ahmedabad.org.uk પર
- ચંડોળા તળાવ ahmedabad.clickindia.com પર
- ચંડોળા તળાવ touristplaces.org પર