ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન
Appearance
ગાંધીગ્રામ | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | ટાઉનહોલ નજીક, એલિસ બ્રિજ, અમદાવાદ, ગુજરાત ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°04′17″N 72°35′14″E / 23.071457°N 72.587237°E |
ઊંચાઇ | 55 metres (180 ft) |
માલિક | ભારતીય રેલ્વે |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | અમદાવાદ–બોટાદ રેલમાર્ગ |
પ્લેટફોર્મ | ૨ |
પાટાઓ | ૩ |
જોડાણો | અમદાવાદ મેટ્રો , ઓટો રીક્ષા સ્ટેન્ડ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | જમીન પરનું સ્ટેશન |
પાર્કિંગ | હા |
Accessible | હા |
અન્ય માહિતી | |
સ્થિતિ | સક્રિય |
સ્ટેશન કોડ | GG |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | ભાવનગર |
ઈતિહાસ | |
શરૂઆત | ૧૮ જૂન ૨૦૨૨ (ગેજ રૂપાંતરણ પછી) |
વીજળીકરણ | હા |
ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન એ અમદાવાદ, ગુજરાત, ભારતનું એક રેલ્વે સ્ટેશન છે. તે અમદાવાદ–બોટાદ રેલ માર્ગ પર આવેલું છે, જેનું તાજેતરમાં મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ થયું છે.[૧] તે પશ્ચિમ રેલ્વેના ભાવનગર રેલ્વે વિભાગ હેઠળ આવે છે, છતાં તે અમદાવાદનું ઉપનગરીય સ્ટેશન છે. તેના બંધ થતાં પહેલાં, તે અમદાવાદ તરફ જતી તમામ મીટરગેજ ટ્રેનો માટેનું ટર્મિનલ હતું.[૨]
મીટર ગેજમાંથી બ્રોડ ગેજનું રૂપાંતરણ પૂર્ણ થઇ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૮ જૂન ૨૦૨૨ના રોજ તેને ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમાં ૩ ટ્રેક અને ૨ પ્લેટફોર્મ આવેલા છે.
તે અમદાવાદ મેટ્રોની ઉત્તર-દક્ષિણ લાઇન સાથે જોડાણ ધરાવે છે.[૩]
ટ્રેન
[ફેરફાર કરો]- ૨૦૯૬૫/૬૬ ભાવનગર - સાબરમતી (અમદાવાદ) ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
- ૦૯૫૭૩/૭૪ ગાંધીગ્રામ (અમદાવાદ) - બોટાદ પેસેન્જર
- ૦૯૫૭૭/૭૮ ગાંઘીગ્રામ (અમદાવાદ) - બોટાદ પેસેન્જર
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Railway's meter gauge Botad track to be closed from September 15". The Times of India. 3 September 2017. મેળવેલ 26 December 2019.
- ↑ "At last, work to begin on Ahmedabad–Botad track". The Times of India. 15 March 2012. મેળવેલ 26 December 2019.
- ↑ "Centre approves alignment of Metro rail along metre-gauge line". The Economic Times. 5 November 2014. મેળવેલ 26 December 2019.